ઘટના@સતલાસણા: વીજપોલને નડતાં વૃક્ષની ડાળો કાપવા ગયેલ ટીમ પર હુમલો, 4 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, સતલાસણા સતલાસણા તાલુકાના ગામે વીજપોલને નડતાં વૃક્ષો કાપવા ગયેલ જીઇબીની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ સતલાસણા યુજીવીસીએલની પેટા વિભાગીય કચેરીમાં ફરજ બજાવતાં બે એપ્રેન્ટીસ યુવકો અને સ્ટાફના માણસો ફરજ પર ગયા હતા. જ્યાં ગઇકાલે સવારે વીજપોલને નડતાં વૃક્ષોના ડાળા કાપવાની કામગીરી દરમ્યાન ચારેક ઇસમોએ ગાળાગાળી કરી હતી.
 
ઘટના@સતલાસણા: વીજપોલને નડતાં વૃક્ષની ડાળો કાપવા ગયેલ ટીમ પર હુમલો, 4 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, સતલાસણા

સતલાસણા તાલુકાના ગામે વીજપોલને નડતાં વૃક્ષો કાપવા ગયેલ જીઇબીની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ સતલાસણા યુજીવીસીએલની પેટા વિભાગીય કચેરીમાં ફરજ બજાવતાં બે એપ્રેન્ટીસ યુવકો અને સ્ટાફના માણસો ફરજ પર ગયા હતા. જ્યાં ગઇકાલે સવારે વીજપોલને નડતાં વૃક્ષોના ડાળા કાપવાની કામગીરી દરમ્યાન ચારેક ઇસમોએ ગાળાગાળી કરી હતી. જે બાદમાં વૃક્ષોના ઠાળા નહીં કાપવાનું કહી વીજ ટીમ પર ધોકાથી હુમલો કર્યો હતો. આ તરફ હેલ્પરને હવે પછી ગામમાં ફરજ પર આવીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હોઇ એપ્રેન્ટીસ યુવકે ચાર ઇસમો વિરૂધ્ધ સતલાસણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

ઘટના@સતલાસણા: વીજપોલને નડતાં વૃક્ષની ડાળો કાપવા ગયેલ ટીમ પર હુમલો, 4 વિરૂધ્ધ FIR
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાના નવાવાસ (રાજપુર) ગામ નજીક વીજ કંપનીની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. સતલાસણા ખાતે રહેતો ધવલ નાયી જીઇબીમાં એપ્રેન્ટીસ તરીકે ફરજ બજાવતો હોઇ ગઇકાલે ઓફીસ પહોંચ્યો હતો. આ દરમ્યાન સ્ટાફના ઇલેક્ટ્રીકલ આસીસ્ટન્ટ વી.આર.પટેલ, હેલ્પર પ્રહલાદભાઇ સેનમા, સંજયભાઇ ગમાર અને એપ્રેન્ટીસ વિક્રમભાઇ સહિતના વીજ કામગીરી માટે નવાવાસ (રાજપુર) હાઇવે પર ગામના બસ સ્ટેન્ડ નજીક પહોંચ્યાં હતા. જ્યાં ચોમાસાની સિઝન હોઇ વીજપોલ ઉપરના વાયરોને ઝાડના ડાળો અડતાં હોઇ ઝાડના ડાળા કાપવાનું શરૂ કર્યુ હતુ. આ દરમ્યાન કેટલાંક ઇસમોએ આવી ગાળાગાળી કરી વૃક્ષના ડાળા કાપવાની ના પાડી મારામારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@સતલાસણા: વીજપોલને નડતાં વૃક્ષની ડાળો કાપવા ગયેલ ટીમ પર હુમલો, 4 વિરૂધ્ધ FIR

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગઇકાલે સવારે બનેલી ઘટનાની જાણ થતાં જ નજીકમાં કામ કરતાં અન્ય વીજ કર્મીઓ દોડી આવ્યા હતા. જ્યાં ગ્રામજનો પણ આવી પહોંચ્યાં હોઇ ઇસમો જતાં રહ્યા હતા. જોકે જતાં-જતાં ઇસમોએ હેલ્પર સહિતનાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે એપ્રેન્ટીસ તરીકે ફરજ બજાવતાં ધવલ નાયીએ અનિરૂધ્ધસિંહ ભીખુસિંહ સોલંકી સહિત કુલ ચાર ઇસમો સામે સતલસાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેને લઇ પોલીસે ઇસમો વિરૂધ્ધ આઇપીસી 323, 504, 506(2), 114, 332, 189 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.