આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઇ શંખેશ્વર કોંગ્રેસના અગ્રણીએ ટિપ્પણી કરતો વિડીયો સોશિયલ મિડીયામાં શેર કર્યો હતો. જેને ગંભીરતાથી લઇ તપાસના ભાગરૂપે છેક અમદાવાદથી આવેલી ક્રાઇમબ્રાંચની ટીમ શંખેશ્વર પહોંચી હતી. જેમાં કોંગ્રેસના સેલ કન્વિનરની અટકાયત કર્યાનું સામે આવ્યુ છે. અમદાવાદમાં ટ્રમ્પના આગમન પહેલા ઝુંપડપટ્ટી વિસ્તારમાં બનાવેલ દિવાલ બાબતે વિનોદ ઠાકોરે ફેસબુક લાઇવ કર્યુ હતુ. જેને લઇ અમદાવાદ ક્રાઇમબ્રાંચે અટકાયત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

 

અમદાવાદ ખાતે ર૪મી તારીખે અમેરીકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદી આવી રહ્યા છે. જેને લઇ અમદાવાદ શહેરની દુલ્હનની જેમ સજાવવામાં આવ્યુ છે. જોકે એરપોર્ટ નજીકના વિસ્તારમાં આવેલી ઝુંપડપટ્ટીને ઢાંકવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા દિવાલ બનાવવામાં આવી હતી. જેને લઇ પાટણ જીલ્લા કોંગ્રેસના સોશિયલ મિડીયા કન્વિનર વિનોદ ઠાકોરે ફેસબુક ઉપર લાઇવ કરી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમબ્રાંચે તેમની અટકાયત કરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code