ઘટના@શામળાજી: રહેણાંક મકાનમાં ભેદી બ્લાસ્ટ થતાં યુવકનું મોત, 2 બાળકી સહિત 3 ગંભીર

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી શામળાજીના ગામે રહેણાંક મકાનમાં ભેદી બ્લાસ્ટ થયા બાદ એક યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે. આ સાથે 2 બાળકીઓ સહિત એક મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ છે. 2 બાળકી અને મહિલાને હાલ તો શામળાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. આ તરફ આ ધડાકો શેના કારણે થયો છે
 
ઘટના@શામળાજી: રહેણાંક મકાનમાં ભેદી બ્લાસ્ટ થતાં યુવકનું મોત, 2 બાળકી સહિત 3 ગંભીર

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી

શામળાજીના ગામે રહેણાંક મકાનમાં ભેદી બ્લાસ્ટ થયા બાદ એક યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે. આ સાથે 2 બાળકીઓ સહિત એક મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ છે. 2 બાળકી અને મહિલાને હાલ તો શામળાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. આ તરફ આ ધડાકો શેના કારણે થયો છે તેનું કારણ હજુ અકબંધ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@શામળાજી: રહેણાંક મકાનમાં ભેદી બ્લાસ્ટ થતાં યુવકનું મોત, 2 બાળકી સહિત 3 ગંભીર

અરવલ્લી જીલ્લાના શામળાજીના ગોઢકુલ્લા ગામે રહેણાંક મકાનમાં ભેદી ધડાકો થયો હતો. આ ઘટનામાં એકનું મોત અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. 2 બાળકી અને મહિલાને હાલ તો શામળાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. હાલમાં આ ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક ધોરણે પણ હજુ સુધી આ અકસ્માતને લઈને કોઈ પણ કારણ જાણવા મળ્યું નથી.