ઘટના@શંખેશ્વર: લાકડા વિણતી મહિલાને જાતિ વિરૂધ્ધ અપમાનિત કરી માર માર્યો, ઇસમ સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, શંખેશ્વર કોરોનાકાળ વચ્ચે શંખેશ્વર તાલુકાના ગામે કેનાલ પર લાકડાં વિણતી મહિલાને ગામના ઇસમે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ગત દિવસે કેનાલ પર લાકડાં વિણતી મહિલાને ગામના ઇસમે ધોકો માર્યા બાદ મહિલાએ પોલીસમાં અરજી આપી હતી. જે વાત ઇસમને ખબર પડતાં બીજા દિવસે મહિલાના ઘરે જઇ ધોકા વડે માર મારી
 
ઘટના@શંખેશ્વર: લાકડા વિણતી મહિલાને જાતિ વિરૂધ્ધ અપમાનિત કરી માર માર્યો, ઇસમ સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, શંખેશ્વર

કોરોનાકાળ વચ્ચે શંખેશ્વર તાલુકાના ગામે કેનાલ પર લાકડાં વિણતી મહિલાને ગામના ઇસમે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ગત દિવસે કેનાલ પર લાકડાં વિણતી મહિલાને ગામના ઇસમે ધોકો માર્યા બાદ મહિલાએ પોલીસમાં અરજી આપી હતી. જે વાત ઇસમને ખબર પડતાં બીજા દિવસે મહિલાના ઘરે જઇ ધોકા વડે માર મારી જાતિ વિશે અપમાનિત કરી હતી. આ સાથે કેસ પાછો ખેંચી લે જે નહીંતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હોવાની ફરીયાદ શંખેશ્વર પોલીસ મથકે નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા ગામે લાકડા વિણતી અનુસુચિત જાતિની મહિલાને માર મરાયો હોવાની ઘટના સામે આવી છે. લોલાડાની મહિલા 24 જાન્યુઆરીના સવારે ખેતરે લાકડા લેવા ગઇ હતી. આ દરમ્યાના ગામના ઠાકોર પસાજીએ ત્યાં આવીને કહેલ કે, કેમ આ કેનાલ ઉપર લાકડાં લઇ રહેલ છે. જેથી ફરીયાદી મહિલાએ કહેલ કે, આ મારૂ ખેતર છે એટલે હું લાકડા લઉ છુ. આ તરફ આરોપીએ અચાનક ઉશ્કેરાઇ જઇ અચાનક મહિલાને ડાબા પગની સાથળ પર ધોકો માર્યો હતો. જેથી મહિલાએ ઘરે આવી સાસુ-સસરાને વાત કરી સારવાર કરાવીને પોલીસમાં અરજી આપી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પોલીસ અરજીની વાત આરોપીને ખબર પડતાં તે ફરીથી 25 જાન્યુઆરીએ મહિલાના ઘરે ગયો હતો. જ્યાં જાતિવિષયક અપમાનિત કરી મહિલાને ધોકા વડે માર માર્યો હતો. આ સાથે ફરીયાદ પાછી ખેંચી લેજે નહીં તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જેને લઇ મહિલાએ ગામના ઇસમ સામે શંખેશ્વર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 504, 294(b), 506(2), 323, જીપીએ 135 અને અનુસુચિત જાતિ અને અનુ.જન.જાતિ પ્રતિબંધ અધિનિયમની કલમ 3(1)(s), 3(1)(r), 3(2)(va) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીનું નામ

  • પસાજી મોહનજી ઠાકોર, ગામ-લોલાડા, તા.શંખેશ્વર, જી.પાટણ