બનાવ@સિધ્ધપુર: પરીણિતાની આબરૂ લેવાની કોશિષ, છરી વડે હુમલો કરી માર માર્યો, 5 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર કોરોના કહેર વચ્ચે સિધ્ધપુર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરમાં એક પરીણિતાની આબરૂ લેવાનો પ્રયાસ કરી ઇસમે પ્રથમ છરી ઉલાળતાં પરીણિતાના ફોઇસાસુ ઇજાગ્રસ્ત બન્યાં હતા. જે બાદમાં ઇસમ નાસી ગયા બાદ થોડીવારમાં અન્ય ઇસમોને લઇ આવી પરીણિતા અને તેમના ફોઇસાસુને માર માર્યો હતો. આ સાથે પોલીસ ફરીયાદ કરી
 
બનાવ@સિધ્ધપુર: પરીણિતાની આબરૂ લેવાની કોશિષ, છરી વડે હુમલો કરી માર માર્યો, 5 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર

કોરોના કહેર વચ્ચે સિધ્ધપુર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરમાં એક પરીણિતાની આબરૂ લેવાનો પ્રયાસ કરી ઇસમે પ્રથમ છરી ઉલાળતાં પરીણિતાના ફોઇસાસુ ઇજાગ્રસ્ત બન્યાં હતા. જે બાદમાં ઇસમ નાસી ગયા બાદ થોડીવારમાં અન્ય ઇસમોને લઇ આવી પરીણિતા અને તેમના ફોઇસાસુને માર માર્યો હતો. આ સાથે પોલીસ ફરીયાદ કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ઇસમો નાસી છુટ્યા હતા. સમગ્ર મામલે સિધ્ધપુર પોલીસે 3 વ્યક્તિના નામજોગ અને 2 અજાણ્યાં વ્યક્તિ મળી કુલ 5 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુર શહેરમાં મહિલાની આબરૂ લેવાની કોશિષ કરી હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. શહેરના ચંદ્રાવતી વિસ્તારમાં રહેતી 21 વર્ષિય પરીણિતા ગઇકાલે બપોરના સમયે પોતાના ઘરે હતી. આ દરમ્યાન પરમાર જીગર પ્રહલાદભાઇ(ચંદ્રાવતી) વાળો ત્યાં આવી જઇ પરીણિતાની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં તું મારા નામનું મંગળસુત્ર કેન પહેરતી નથી ? હું તને મારી બનાવીને જ રાખીશ તેવું કહી ગાલ પર લાફો મારતાં પરીણિતાએ બૂમાબૂમ કરી હતી. જેથી તેના ફોઇસાસુ આવી જતાં ઇસમે છરી ઉલાળતાં તેમને જમણા હાથે છરી વાગતાં લોહીલુહાણ હાલતમાં બૂમાબૂમ કરતાં સ્થાનિકો દોડી આવ્યા હતા.

બનાવ@સિધ્ધપુર: પરીણિતાની આબરૂ લેવાની કોશિષ, છરી વડે હુમલો કરી માર માર્યો, 5 વિરૂધ્ધ FIR

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પરીણિતાની સાસુને છરી વાગી હોઇ 108ને ફોન કર્યા બાદ જીગર તેની સાથે અન્ય ઇસમો સાથે ફરી આવી ચડ્યો હતો. જ્યાં જીગર, પ્રદીપ લક્ષ્મણભાઇ પરમાર અને પ્રદીપનો સાળલ પ્રતિક ત્રણેય હાથમાં ધોકા લઇ આવેલા અને પરીણિતાને મા-બેન સામે ગાળો બોલી હતી. આ સાથે પરીણિતા અને તેમના ફોઇસાસુને ગડદાપાટુનો માર મારી આ બાબતે કોઇ ફરીયાદ કરી તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. ઘટના બાદ બંનેને સારવાર અર્થે ખસડ્યા બાદ સારવારને અંતે પરીણિતાએ ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સિધ્ધપુર પોલીસે અજાણ્યાં ઇસમો સામે આઇપીસી 354A, 509, 427, 323, 324, 294(b), 506(2), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધ્યાં બાદ હાલ તેની તપાસ PSI કે.જે.ગોસ્વામી ચલાવી રહ્યા છે.