ઘટના@સિધ્ધપુર: એક જ સમાજના 3 લોકો વચ્ચે મારામારી, સામસામે ફરીયાદ નોંધાઇ

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર સિધ્ધપુરમાં કોઇ વાતને લઇ એક જ સમાજના બે લોકોએ સામસામે મારામારીની ફરીયાદ નોંધાવી છે. જેમાં એક ફરીયાદીએ આરોપી ગુસ્સાથી તેમની સામે જોતાં હોઇ બોલવા જતાં માથાકૂટ કરી માર માર્યાની ફરીયાદ લખાવી છે. આ સાથે યુવકે નોંધાવેલી એફઆઇઆર મુજબ અગાઉની ફરીયાદ પાછી લેવાને લઇ આરોપીઓએ માથાકૂટ કરી તેમને ધારીયું માર્યુ હોવાનુ
 
ઘટના@સિધ્ધપુર: એક જ સમાજના 3 લોકો વચ્ચે મારામારી, સામસામે ફરીયાદ નોંધાઇ

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર

સિધ્ધપુરમાં કોઇ વાતને લઇ એક જ સમાજના બે લોકોએ સામસામે મારામારીની ફરીયાદ નોંધાવી છે. જેમાં એક ફરીયાદીએ આરોપી ગુસ્સાથી તેમની સામે જોતાં હોઇ બોલવા જતાં માથાકૂટ કરી માર માર્યાની ફરીયાદ લખાવી છે. આ સાથે યુવકે નોંધાવેલી એફઆઇઆર મુજબ અગાઉની ફરીયાદ પાછી લેવાને લઇ આરોપીઓએ માથાકૂટ કરી તેમને ધારીયું માર્યુ હોવાનુ લખાવ્યુ છે. ઘટનાને લઇ સિધ્ધપુર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુર શહેરમાં મારામારીની ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. શહેરના માધુપાવડી નજીક રહેતાં હેત્તલબેન ઠાકોરે નોંધાવેલી ફરીયાદ મુજબ ગઇકાલે સાંજે તેઓ પોતાના પતિ નટુજી સાથે લાકડાં લેવા જતાં હતા. આ દરમ્યાન રણજીતકુમાર ઠાકોર તેમની સામે ગુસ્સેથી જોઇ રહ્યાં હોઇ ફરીયાદીએ પુછ્યુ હતુ. આ દરમ્યાન આરોપીએ ઉશ્કેરાઇ જઇ ધોકા વડે માર મારતાં તેઓ ઇજાગ્રસ્ત બન્યાં હોવાનું લખાવ્યુ છે. ઘટના બાદ હેત્તલબેને રણજીતકુમાર સામે સિધ્ધપુર પોલીસ મથકે આઇપીસી 323, 294(b), 506(2) અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધાવ્યો છે.

ઘટના@સિધ્ધપુર: એક જ સમાજના 3 લોકો વચ્ચે મારામારી, સામસામે ફરીયાદ નોંધાઇ

આ તરફ સિધ્ધપુરના નવા ટાવર પોલાદીવાસમાં રહેતાં રણજીતકુમાર મણિલાલ ઠાકોરે મહિલા અને તેના પતિ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યાનુસાર ગઇકાલે તેઓ લાલપુર નેળીયાં નજીકથી પસાર થતાં હતા. આ દરમ્યાન આરોપીઓ સામા મળતાં માં-બેન સામે ભૂંડી ગાળો બોલતાં હતા. જેથી તેમને ગાળો બોલવાની ના પાડતાં તે કેમ મારા પર કેસ કરેલ છે અને તેનું સમાધાન કરતો નથી. જેથી ફરીયાદીએ સમાધાનની ના પાડતાં આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ હાથમાંનું ધારીયું મારતાં રણજીતકુમાર ઇજાગ્રસ્ત બન્યાં હતા. ઘટના બાદ રણજીતજીએ નટુજી ચેહરાજી ઠાકોર અને હેત્તલબેન નટુજી ઠાકોર સામે આઇપીસી 324, 323, 294(b), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના@સિધ્ધપુર: એક જ સમાજના 3 લોકો વચ્ચે મારામારી, સામસામે ફરીયાદ નોંધાઇ