બનાવ@સિધ્ધપુર: પત્નિ ઉપર શક રાખી ત્રાસ આપી મારઝૂડ કરી, પતિ વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર સિધ્ધપુર તાલુકાની પરીણિતાએ તેના પતિ સામે શારીરીક અને માનસિક ત્રાસ આપી કરી માર મારવાની ફરીયાદ નોંધાવી છે. પંથકની યુવતીના લગ્ન છ વર્ષ અગાઉ સિધ્ધપુર તાલુકાના ભીલવાસ ખાતે થયા બાદ પ્રથમ સારૂ રાખતા હતા. પરંતુ છેલ્લા થોડા સમયથી પતિ શક વહેમ કરી માર મારતો હતો. જેથી પરણીતાએ પિયરમાં જઇને રહેવું પડ્યુ
 
બનાવ@સિધ્ધપુર: પત્નિ ઉપર શક રાખી ત્રાસ આપી મારઝૂડ કરી, પતિ વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર

સિધ્ધપુર તાલુકાની પરીણિતાએ તેના પતિ સામે શારીરીક અને માનસિક ત્રાસ આપી કરી માર મારવાની ફરીયાદ નોંધાવી છે. પંથકની યુવતીના લગ્ન છ વર્ષ અગાઉ સિધ્ધપુર તાલુકાના ભીલવાસ ખાતે થયા બાદ પ્રથમ સારૂ રાખતા હતા. પરંતુ છેલ્લા થોડા સમયથી પતિ શક વહેમ કરી માર મારતો હતો. જેથી પરણીતાએ પિયરમાં જઇને રહેવું પડ્યુ હતુ. પતિ તેની સાથે તેના ઘરે લઇ જવાની જીદ કરતો હોઇ અને પત્ની તેની સાથે ના જતા મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે પરણીતાએ પતિ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુર તાલુકાની પરણીતાએ તેના પતિ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. પંથકની યુવતીના લગ્ન તેના જ મહોલ્લામાં રહેતાં મહેશભાઇ દલાજી ભીલ સાથે થયા હતા. જે બાદ લગ્નજીવન દરમ્યાન બે બાળક થયા હતા. આ તરફ પરણીતાએ તેના પતિ તેના પર શક-વહેમ રાખી અવાર-નવાર મારઝુડ કરતો હતો. પત્નીને તેના પિયરમાંથી તેની સાથે પાટણ રહેવા લઇ જવા સારૂ જીદ કરતો હોઇ પરંતુ પત્નીએ સાથે આવવાની ના પાડતાં તેને જબરજસ્તી લઇ જવાં સારૂ યુવતીને માર મારતાં સિધ્ધપુરની સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

સુત્રોએ જણાવ્યું હતું કે, સિધ્ધપુરની પરણીતાએ તેના પતિ સામે અવાર-નવાર મારઝુડ કરતા હોવાની ફરીયાદ નોંધાવતાં ચકચાર મચી ગઇ છે. પરણીતાનો પતિ શક-વહેમ રાખી અવાર-નવાર તેને મારમારતો અને શારીરીક અને માનસિક ત્રાસ આપતો હોવાનું ફરીયાદમાં લખાવ્યું છે. આ પહેલા પણ યુવતીએ તેના પતિ સામે મહિલા મંડળ પાટણમાં મારઝુડ કરતો હોવાની અરજી કરી હતી. અને તેના પતિનું સ્ટેમ્પ પર લખાણ લઇ સમાધાન કરવામાં આવ્યુ હતું. પરંતુ આ પછી પણ તેની સાથે લઇ જવા સારું માર મારતા સિધ્ધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે યુવતીના પતિ સામે આઇપીસી કલમ 498A, 323, 294(b), 506(2) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.