આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપ નગરના એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પટકાયેલા માસૂમનું 55 કલાકની સારવાર બાદ મોત નીપજતા પરિવાર શોકમાં સરી પડ્યું હતું. એકનો એક પુત્ર ગત શનિવારના રોજ સાંજે માતા બાથરૂમમાં જતાં મોબાઈલમાં કાર્ટૂન જોતાં જોતાં બારીમાંથી નીચે પટકાયો હતો. ઘટનાના હૃદય કંપાવી દેતા CCTV પણ સામે આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વસીમ અન્સારીએ જણાવ્યું હતું કે તેઓ ટાઇલ્સ ફોલ્ડિંગ કામ કરે છે અને વારીશ (ઉં.વ.2) તેમનો એકનો એક પુત્ર હતો. ગત શનિવારના રોજ સવારે નોકરી પર ગયા બાદ પત્નીએ માસૂમ દીકરા વારીશ સાથે બપોરનું ભોજન કરી રૂમનો દરવાજો બંધ કરી દીકરાને મોબાઈલ પર કાર્ટૂન જોવા આપી વોશરૂમ ગઈ હતી. જ્યાંથી પરત ફરતા વારીશ બેડ પર ન દેખાતા શોધખોળ શરૂ કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બારીમાંથી નજર નીચે પડતા લોકોની ભીડ જોઈ ડરના મારે પત્ની નીચે દોડી ગઈ હતી. લોકોએ કહ્યું કે, એક બાળક નીચે પટકાતા તેને મહોલ્લાના છોકરાઓ હોસ્પિટલ લઈ ગયા છે. આ સાંભળી પત્નીના હોશ ઉડી ગયા અને તેણે તાત્કાલિક મને જાણ કરતા હું દોડીને ઘરે આવી ગયો હતો. વધુમાં જણાવ્યું હતું કે, એક મહિના પહેલા જ તેઓ પરિવાર સાથે એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. વારીશ એકનો એક દીકરો હતો. 55 કલાકમાં 50 હજાર ખર્ચ કર્યા બાદ પણ એને બચાવી ન શક્યા. બેડ અને બારી વચ્ચે માત્ર બે ફૂટનું જ અંતર હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code