ઘટના@સુરત: 6 વર્ષની બાળકીનું અપહરણ કરી નરાધમે બાળકીને બનાવી હવસનો શિકાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. જેમાં નરાધમે દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને ગંભીર ઈજાઓ પહોંચાડી છે.સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથધરી છે. ઘટનાને લઈ પોલીસે અલગ-અલગ સ્લમ વિસ્તારોમાં આવેલા ઝૂંપડાઓમાં તપાસ કરી છે. દાઢીવાળા શખ્સે દુષ્કર્મ આચર્યુ હોવાની વાત પોલીસને પ્રાથમિક માહિતી મળી છે,પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. ત્યારે આ ઘટનામાં હજી આરોપીઓ પોલીસ પકડની બહાર છે.રાત્રી દરમિયાન અપહરણ કરીને દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે.
સમગ્ર ઘટનામાં બાળકીને સારવાર હેઠળ ખસેડી છે અને તેના અલગ-અલગ રીપોર્ટ પણ કાઢયા છે. ત્યારે રીપોર્ટમાં પણ આવ્યું છે કે બાળકી સાથે દુષ્કર્મ થયું છે. બાળકીના માતા-પિતાએ આ મામલે તપાસ હાથધરી છે. બાળકી ફૂટપાથ પર પરિવાર સાથે ઉંઘી રહી હતી તે દરમિયાન તેનું અપહરણ કરવામાં આવ્યું છે.મહત્વનું છે કે સમગ્ર ઘટનામાં આરોપી લોહી લુહાણ કરીને બાળકીને તેના પરિવાર સાથે છોડીને ગયો હતો. સમગ્ર ઘટનાને લઈ ગરીબ પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. બાળકી મહાનગરપાલિકાના ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ખાતે પોતાના પરિવાર સાથે સૂઈ રહી હતી. રાત્રિના એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને તેને ઊંચકીને લઈ ગયો હતો. ચાર્જિંગ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂરના મહાનગરપાલિકા સંચાલિત કોમ્પ્લેક્સ-ગ્રાઉન્ડમાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.