ઘટના@સુરત: આઠવા વિસ્તારમાં એક દલાલે વેપારી સાથે બે કરોડની છેતરપિંડી કરી,જાણ બહાર માલ સાથે ચાર દુકાનો વેચી મારી

 
પોલીસ

કુલ મળીને આ ઘટનામાં આરોપીએ વેપારી સાથે 2.30 કરોડની છેતરપિંડી કરી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાં ફરી એકવાર મોટી છેતરપિંડીની ઘટના ઘટી છે, આ વખતે આ ઘટના શહેરના આઠવા વિસ્તારમાં ઘટી છે, અહીં એક વેપારી સાથે એક દલાલે છેતરપિંડી કરી છે. આ દલાલે વેપારીનો દુકાનોનો ડ્રેસનો માલ સહિત શૉરૂમ વેચી આપવાનું કહ્યુ હતુ, અને બાદમાં આ દલાલે અઢી કરોડનું ફૂલેકું ફેરવી દીધુ. આ આરોપીનું નામ ઉમર પીલા છે.

શહેરના આઠવા વિસ્તારમાં આવેલા સિલ્કી મેચિંગ શૉ રૂમના માલિકને દલાલ ઉમર પીલા મળ્યો હતો, અને તેને વેપારીને તેના શૉ રૂમ, ચાર દુકાનો અને ડ્રેસ મટેરિયલ્સને વેચી આપવાનું કહ્યુ હતુ, આ સિલ્કી મેચિંગ શૉરૂમ આઠવાના ચોકબજાર જુના સાઇબાબા મંદિર સામે આવેલો છે, આમાં ડ્રેસ મટેરિયલ્સ અને ચણિયાચોળી સહિતનો માલ હતો, તેને આરોપીએ ચાર દુકાનો સાથે વેચી માર્યો હતો. કુલ મળીને આ ઘટનામાં આરોપીએ વેપારી સાથે 2.30 કરોડની છેતરપિંડી કરી હતી. હાલમાં પોલીસે આ ઘટનાને લઇને તપાસ શરૂ કરી દીધી છે.