બનાવ@સુરત: MLA વિનોદભાઈ મોરડીયાના કાર્યાલયમાં આગ, ફર્નીચર અને કોમ્પ્યુટર સહિતનો સમાન બળી ગયો

 
આગ ની ઘટના

કર્મચારીઓ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને એસી શરુ કરતા શોર્ટ સર્કીટ થયા બાદ આગ લાગી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના સિંગણપોર વિસ્તારમાં ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયાના કાર્યાલયમાં એસીમાં શોર્ટ સર્કીટ બાદ આગ લાગી હતી. આગ વિકરાળ બનતા બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગના કારણે ફર્નીચર, કોમ્પ્યુટર સહિતનો સમાન બળી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

સુરતના સિંગણપોર હેલ્થ સેન્ટર પાસે ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયાનું કાર્યાલય આવેલું છે. આજે સવારે કર્મચારીઓ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને એસી શરુ કરતા શોર્ટ સર્કીટ થયા બાદ આગ લાગી હતી. આગ વિકરાળ બનતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બીજી તરફ આગને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગના કારણે કોમ્યુટર, એસી અને ફર્નીચર સહિતનો સમાન બળી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.સબ ફાયર ઓફિસર રમેશ સેલરે જણાવ્યું હતું કે, સિંગણપોર હેલ્થ સેન્ટર પાસે બીજા માળે આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો.

જેથી ઘટના સ્થળે પહોંચ્યા હતા અહીં ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયાનું કાર્યાલય હતું. તેમાં આગ હતી અહી આવીને એવું જાણવા મળ્યું છે કે, સવારે ઓફીસ ખોલ્યા બાદ એસી શરુ કરતા તેમાં બ્લાસ્ટ થયો હતો. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. એસી, ફર્નીચર કોમ્યુટર હોવાથી આગ ઝડપથી પકડી લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.