ક્રાઇમ@સુરત: માંગરોળમાં ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા સનસનાટી

 
ઘટના
મૃતદેહને ટ્રોલી બેગમાં પેક કરી ફેંકી દીધો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના માંગરોળમાં એક ગંભીર ઘટના સામે આવી છે. માંગરોળના તરસાડી નગર પાલિકા વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજની બાજુમાં આવેલા જાહેર રોડ પરથી એક અજાણી મહિલાનો મૃતદેહ ટ્રોલી બેગમાં પેક કરેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. માંગરોળના તરસાડી નગર પાલિકા વિસ્તારમાં, રેલવે ઓવરબ્રિજની બાજુમાં આવેલો રોડ આવેલો છે.

મહિલાની હત્યા કરીને મૃતદેહને ટ્રોલી બેગમાં પેક કરીને ફેંકી દેવામાં આવ્યો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. મૃતક મહિલાની ઉંમર આશરે 25 વર્ષની હોવાનું અનુમાન છે.યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે, જે હત્યાના ઈરાદા તરફ ઈશારો કરે છે. ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. હાલમાં, પોલીસે આ અજાણી મહિલાની ઓળખ કરવા અને હત્યારાઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.