બનાવ@સુરત: તાપી નદીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત

 
ઘટના
આર્થિક સંકડામળના પરિવારે આત્મહત્યા કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના કામરેજમાં ગળતેશ્વર મહાદેવ નજીક તાપી નદીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં માતા-પિતા અને પુત્ર સામેલ છે. આર્થિક સંકડામણના લીધે એક જ પરિવારના ત્રણ સભ્યોએ તાપી નદીમાં પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કામરેજ તાલુકાના ટીંબા ગામ પાસે એક જ પરિવારના ત્રણ સભ્યોએ તાપી નદી પર બનેલા બ્રિજ પર કૂદકો મારી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને રેસ્ક્યૂ કરી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મહિલાનો મૃતદેહ ગત રાત્રે બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે બે પુરુષના મૃતદેહને આજે સવારે બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસને બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકો મૂળ સૌરાષ્ટ્રના છે અને હાલ સુરતમાં રહેતા હતા. મૃતક વિપુલભાઈ હીરાના ધંધા સાથે સંકળાયેલા હતા અને આર્થિક સંકડામળના પરિવારે આત્મહત્યા કરી છે.