ઘટના@સુરત: 7 મહિનાની બાળકીનું પિતાના હાથે જ કરુણ મોત, જાણો સમગ્ર બનાવ

 
બનાવ

બાળકીના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં વિચિત્ર પ્રકારનો અકસ્માત સામે આવ્યો છે જેમાં પિતા હાથે જ પોતાના માસુમ પુત્રીનુ મોત થયું છે. પિતા ખેતરમાં ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માતની ઘટના બની અને બાળકીની કરુણ મોત નિપજ્યું છે. બાળકીના મોતને લઈને પરિવારમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે. બીજી તરફ પિતાના હાથે જ દીકરીનું મોત થતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પિતા ખેતરમાં ટ્રેક્ટર રિવર્સ લઈ રહ્યા હતાં તે સમયે એક ભયંકર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

પિતાએ જ્યારે ટ્રેક્ટર રિવર્સ લીધું તે સમયે 7 મહિનાની બાળકી ટ્રેક્ટર નીચે કચડાઈ ગઈ હતી. જેથી તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું હતું. બાળકીના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. દીકરી ગુમાવનારા માતાએ હૈયાફાટ રુદન કર્યું હતું. પિતા ટ્રેક્ટર લઈને કામ કરી રહ્યા હતાં. ખેતરમાં ટ્રેક્ટરને રિવર્સ લેવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન જ બાળકી કચડાઈ ગઈ હતી. જેથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું. જહાંગીરપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ ઘટનાને લઈને હાલ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.