ઘટના@સુરતઃ કારખાનામાં કામ કરતી મહિલાનું ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં માથું આવી જતાં કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક સુરતના ઉધના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલ હરિઈચ્છા ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ બેરિંગના સ્પેરપાર્ટ્સ બનાવતું એક કારખાનું આવેલું છે. અહીંયા બેરીંગ બનવાનો મોટા પ્રમાણમાં માલ સમાન હોય છે, જેને પગલે અહીંયા કારખાનામાં સમાન લઇ જવા માટે એક લિફ્ટ મુકવામાં આવી છે. આ લિફ્ટ સામાનને પહેલા મળે લઇ જવાનું કામ કરે છે, જોકે, ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટ હોવાથી તે
 
ઘટના@સુરતઃ કારખાનામાં કામ કરતી મહિલાનું ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં માથું આવી જતાં કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના ઉધના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલ હરિઈચ્છા ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ બેરિંગના સ્પેરપાર્ટ્સ બનાવતું એક કારખાનું આવેલું છે. અહીંયા બેરીંગ બનવાનો મોટા પ્રમાણમાં માલ સમાન હોય છે, જેને પગલે અહીંયા કારખાનામાં સમાન લઇ જવા માટે એક લિફ્ટ મુકવામાં આવી છે. આ લિફ્ટ સામાનને પહેલા મળે લઇ જવાનું કામ કરે છે, જોકે, ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટ હોવાથી તે ઓપન હોય છે. આ લિફ્ટ આજે સમાન લઇને પહેલા મળે ગયા બાદ, લિફ્ટ પાસે કામ કરતી મહિલા માલ લેવા જતા સમયે તેમનું માથુ અચાનક લિફ્ટ નીચે આવી ગયું હતું, આ સમયે આ મહિલાનું ધ્યાન નહિ હોવાને લઇને માથું લિફ્ટમાં આવી જતા મહિલાનું કરુંણ મોત થયું હતું.

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ઘટનાની જાણકારી મળતા જ સમગ્ર ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે ઘટનાની જાણકારી તાત્કાલિક પોલીસને આપવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. કારખાનામાં કામ કરતી મહિલાના મોતના પગલે તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. જોકે આ વિસ્તારમાં આવી ઘટના છાસવારે બનતી હોય છે, જોકે અહીંયા કોઈપણ જાતની સેફટીના સાધનો રાખવામાં નથી આવતા તેવું પણ સામે આવ્યું છે.