ઘટના@સુરેન્દ્રનગર: લીંબડી-ધંધુકા હાઈવે પર રિક્ષા-ટેન્કર વચ્ચે અકસ્માતમાં 2ના મોત

 
અકસ્માત
મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરેન્દ્રનગરના લીંબડી-ધંધુકા હાઈવે નજીક ડુંગર તલાવ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં રિક્ષા અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે મોત નીજપ્યા હતા. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી. મળતી માહિતી મુજબ, લીંબડી-ધંધુકા હાઈવે નજીક ડુંગર તલાવ પાસે ટેન્કર અને રિક્ષા ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બોરણા ગામના પ્રવીણસિંહ રાણા (ઉં.વ.70) અને દેવુબહેન મેટાલીયા (ઉં.વ.52)નું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની ઘટનામાં પાંચ લોકોને ઈજા પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જીને ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના મામલે લીંબડી પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.