ઘટના@સુરેન્દ્રનગર: વધુ એક દુષ્કર્મનો હચમચાવી નાંખતો કિસ્સો, સગીરા સાથે આઠ નરાધમોએ આચર્યું દુષ્કર્મ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં વધુ એક સગીરા પર દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. સગીરા સાથે આઠ નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે. આરોપીઓએ સગીરાના ભાઈને મારી નાંખવાની ધમકી આપીને તેની પર દુષ્કર્મ આચર્યું છે. થાનગઢ પોલીસ મથકે અપહરણ અને દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદના આધારે તમામ શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના થાનગઢમાં સગીરા પર સાત મહિનામાં આઠ નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે. સગીરાનું અપહરણ કરીને 8 શખ્સોએ અલગ અલગ જગ્યા પર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને તેના ભાઈને મારી નાંખવાની ધમકી આપી હતી. પરંતુ આ અંગે સગીરાની માતાને જાણ થતાં તેમણે થાનગઢ પોલીસ મથકમાં અપહરણ અને દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે ફરિયાદના આધારે તમામ શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. થાનગઢમાં આવેલા પોલીસ સ્ટેશન નજીકમાં જ આ દુષ્કર્મની ઘટના ઘટી હતી. જેના કારણે લોકોમાં રોષ છવાયો છે. આ ઉપરાંત પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. ત્યારે સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીને દુષ્કર્મ આચરનાર તમામ શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ નાના