ઘટના@સુરેન્દ્રનગર: ચક્કર આવતાં માતા-બાળકી સાથે નર્મદા કેનાલમાં પડી જતાં એકનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલ ગોઝારી કેનાલ બની છે. કેનાલમાં ડુબી જવાથી બે દિવસમાં બેનાં મોત થયા છે. રવિવારે કેનાલમાં કુદી એક યુવાને આત્મહત્યા કરી હતી અને મોડી સાજે એક મહિલાને પણ બાળકી સાથે કેનાલમાં પડવાનો બનાવ બન્યો હતો. જેમાંથી બાળકીનું મોત થયુ તો માતાને બચાવી
 
ઘટના@સુરેન્દ્રનગર: ચક્કર આવતાં માતા-બાળકી સાથે નર્મદા કેનાલમાં પડી જતાં એકનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલ ગોઝારી કેનાલ બની છે. કેનાલમાં ડુબી જવાથી બે દિવસમાં બેનાં મોત થયા છે. રવિવારે કેનાલમાં કુદી એક યુવાને આત્મહત્યા કરી હતી અને મોડી સાજે એક મહિલાને પણ બાળકી સાથે કેનાલમાં પડવાનો બનાવ બન્યો હતો. જેમાંથી બાળકીનું મોત થયુ તો માતાને બચાવી લેવાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર દૂધરેજ કેનાલમાં ડુબી ગયેલી દોઢ વર્ષની બાળકીની લાશને ફાયરબ્રીગેડના જવાનોએ બહાર કાઢી છે. રવિવારે સાંજના સમયે બાળકી તેની માતા સાથે જઇ રહી હતી તે સમયે માતાને ચક્કર આવતા બાળકી અને માતા બંન્ને કેનાલમાં પડી ગયા હતાં. સ્થાનિક યુવાનોએ માતાને બચાવી લીધી પરંતુ બાળકીનો પત્તો ન લાગતા આજે વહેલી સવારથી ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી. પોલીસે બાળકીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સપના નામની દોઢ વર્ષીય બાળકીનું કેનાલમાં પડી જતાં મોત નીપજ્યું છે. જ્યારે માતા વસંતબેનને બચાવી લેવામાં આવ્યા હતા. તેઓ શહેરના 80 ફૂટ રોડ પર રહેતા હોવાનું જાણવા મળ્યું છે.