ઘટના@સુરેન્દ્રનગરઃ ધસમસતા પાણીમાં રીક્ષા ડૂબી, 3નો બચાવ, 1ની શોધખોળ શરૂ

અટલ સમાચાર,સુરેન્દ્રનગર કોરોના મહામારી વચ્ચે હવામાનની આગાહી મુજબ સુરેન્દ્રનગર સહિત રાજ્યભરમાં ભારે વરસાદ આવ્યો છે. આ તરફ આજે સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના બે ગામો વચ્ચેના કોઝવે પર પાણીના ઘસમસતા પ્રવાણમાં ચાર લોકો સાથે રીક્ષા ડૂબી જવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. આજે સવાર સમયે રીક્ષા ડૂબ્યા બાદ ત્રણ લોકોને બચાવી લેવાયા બાદ હાલ એક
 
ઘટના@સુરેન્દ્રનગરઃ ધસમસતા પાણીમાં રીક્ષા ડૂબી, 3નો બચાવ, 1ની શોધખોળ શરૂ

અટલ સમાચાર,સુરેન્દ્રનગર

કોરોના મહામારી વચ્ચે હવામાનની આગાહી મુજબ સુરેન્દ્રનગર સહિત રાજ્યભરમાં ભારે વરસાદ આવ્યો છે. આ તરફ આજે સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના બે ગામો વચ્ચેના કોઝવે પર પાણીના ઘસમસતા પ્રવાણમાં ચાર લોકો સાથે રીક્ષા ડૂબી જવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. આજે સવાર સમયે રીક્ષા ડૂબ્યા બાદ ત્રણ લોકોને બચાવી લેવાયા બાદ હાલ એક મહિલા અને રીક્ષાની શોધખોળ ચાલુ હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@સુરેન્દ્રનગરઃ ધસમસતા પાણીમાં રીક્ષા ડૂબી, 3નો બચાવ, 1ની શોધખોળ શરૂ

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના બળોલ અને હડાળા ગામ‌ વચ્ચે કોઝવે પર પાણીના ઘસમસતા પ્રવાહમાં સીએનજી રીક્ષા તણાઈ હોવાની ઘટના સામે આવી છે. રીક્ષા ચાલક મુસાફરો સાથે પાણીનો પ્રવાહ હોવા છતા કોઝવે પસાર કરવા જતાં રીક્ષા પાણીના પ્રવાહમાં તણાઈ જાય છે. અંદાજે ચાર વ્યક્તિઓ સાથે રિક્ષા તણાઈ હતી. રિક્ષામાં સવાર ત્રણ‌ વ્યક્તિઓને સ્થાનિક ગ્રામજનોએ આબાદ રીતે બચાવી લીધા હતા. જ્યારે અન્ય એક મહિલા સહિત રિક્ષાની શોધખોળ હાલ ચાલુ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે કોઝવે પર પાણી ફરી વળ્યુ હોવા છતાં રિક્ષા પસાર થતા તણાઈ હતી.

ઘટના@સુરેન્દ્રનગરઃ ધસમસતા પાણીમાં રીક્ષા ડૂબી, 3નો બચાવ, 1ની શોધખોળ શરૂ