આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે સુરેન્દ્રનગર જીલ્લામાં કેનાલમાં બે બાળકો ડુબી જવાની ઘટના સામે આવી છે. વઢવાણ તાલુકાનાં ખમીસાણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં બે બાળકો ડુબ્યાં હોવાનું સામે આવ્યુ છે. જેને લઇ ફાયર ફાઇટરની ટીમ દ્વારા કેનાલમાં ડુબેલા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સાથે બાળકોના પરીવારજનો સહિત આસપાસના લોકો મોટી સંખ્યામાં કેનાલ આગળ ઉમટી પડ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાનાં ખમીસાણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં બે બાળકો ડુબ્યા હોવાની ઘટના સામે આવી છે. ‍ઘટનાને લઇ આસપાસનાં લોકોએ દોડી જઇ પાલિકાની ફાયર ફાઈટર ટીમને જાણ કરી હતી. જેથી ફાયર ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી કેનાલનાં ઉંડા પાણીમાં ગરકાવ થયેલા બન્ને બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બન્ને બાળકો કેનાલમાં પાણી‌ પીવા ગયા ત્યારે પગ લપસી જતાં ડુબ્યા હોવાની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. આ ઘટનાની જાણ થતાં બાળકોનાં પરિવારજનોમાં રોકકળ સાથે આક્રંદ શરૂ કરતા વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં લોકોનાં ટોળે-ટોળા કેનાલ નજીક એકઠા થઇ ગયા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code