ઘટના@સુરેન્દ્રનગર: બેફામ બન્યો કારચાલક, 6 બાઇકને અડફેટે લઇ ગાડી મુકી ફરાર

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે રાજ્યભરમાં અકસ્માતોની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ગઇકાલે રાત્રે સુરેન્દ્રનગરમાં પણ એક બેફામ બનેલા કારચાલકે એકસાથે ૬ બાઇકને અડફેટે લીધા હતા. આ સાથે એક આધેડ 20 ફૂટ ઢસડતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ કારચાલક અને તેના મિત્રો કાર ઘટનાસ્થળે જ મુકી ફરાર થઇ ગયા હતા. અટલ સમાચાર
 
ઘટના@સુરેન્દ્રનગર: બેફામ બન્યો કારચાલક, 6 બાઇકને અડફેટે લઇ ગાડી મુકી ફરાર

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે રાજ્યભરમાં અકસ્માતોની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ગઇકાલે રાત્રે સુરેન્દ્રનગરમાં પણ એક બેફામ બનેલા કારચાલકે એકસાથે ૬ બાઇકને અડફેટે લીધા હતા. આ સાથે એક આધેડ 20 ફૂટ ઢસડતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ કારચાલક અને તેના મિત્રો કાર ઘટનાસ્થળે જ મુકી ફરાર થઇ ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર ગઇકાલે રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા કાર ચાલકે બેફામ ગતિએ એકસાથે છ બાઇકને ટક્કર મારી હતી. સાથે એક બાઇક સાથે ચાલકને આશરે 20 ફૂટ ઢસેડ્યાં હતા. જેમાં ઇજાગ્રસ્તની વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યુ છે. અકસ્માત બાદ કાર ચાલક અને તેની સાથેના લોકો કાર ત્યાં જ મૂકીને ફરાર થઇ ગયા હતા. હાલ સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કારનાં નંબર પરથી કાર કોની છે તે અંગે પોલીસ તપાસ કરશે.

સમગ્ર મામલે એક સ્થાનિક પ્રત્યક્ષદર્શી વ્યક્તિએ જણાવ્યુ હતુ કે, રાતનાં સમયે બલેનો ગાડીમાં ચારથી પાંચ જુવાનીયા હતા. આ કાર રોંગ સાઇડથી આવી હતી અને 90થી 100ની સ્પીડમાં ચાલતી હતી. જે બાદ કારે 6 બાઇક અને કાકાને અડફેટે લઇ લીધા હતા. આ કાકાને વાગ્યુ છે તેમના હાથ, પગ અને માથામાં ગંભીર ઇજાઓ થઇ છે. કાર હિટ એન્ડ રનમાં જે વ્યક્તિને ઇજા થઇ છે તેમની હાલત હાલ ગંભીર જણાવવામાં આવી છે.