ઘટના@થરાદ: ફરાર આરોપીને પકડવાં ગયેલી પોલીસને પરિવારે આપી ધમકી, આરોપી ફરીથી ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા થરાદમાં પાટણ જીલ્લાના પ્રોહી ગુનાના નાસતાં ફરતાં આરોપીને પકડવાં ગયેલ LCBની ટીમને પરિવારે ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે પાટણ LCBની ટીમ ચોક્કસ બાતમી આધારે દારૂના કેસમાં નાસતાં ફરતાં આરોપીને ઝડપી લેવાં માટે થરાદ તાલુકાના ગામે પહોંચી હતી. જ્યાં આરોપીના પરિવારજનોએ પ્રાણઘાતક હથિયારો સાથે LCBની ટીમ સામે હથિયારો
 
ઘટના@થરાદ: ફરાર આરોપીને પકડવાં ગયેલી પોલીસને પરિવારે આપી ધમકી, આરોપી ફરીથી ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

થરાદમાં પાટણ જીલ્લાના પ્રોહી ગુનાના નાસતાં ફરતાં આરોપીને પકડવાં ગયેલ LCBની ટીમને પરિવારે ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે પાટણ LCBની ટીમ ચોક્કસ બાતમી આધારે દારૂના કેસમાં નાસતાં ફરતાં આરોપીને ઝડપી લેવાં માટે થરાદ તાલુકાના ગામે પહોંચી હતી. જ્યાં આરોપીના પરિવારજનોએ પ્રાણઘાતક હથિયારો સાથે LCBની ટીમ સામે હથિયારો ઉગામી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ દરમ્યાન અગાઉ દારૂના કેસમાં ફરાર આરોપીને ઝડપ્યાં બાદ પણ પરિવારજનોની દખલગીરીને કારણે આરોપી નાસી છૂટ્યો હતો. ઘટનાને લઇ થરાદ પોલીસ મથકે પોલીસની ફરજમાં રૂકાવટ અને ધમકીઓ આપવાને લઇ 4 લોકોના નામજોગ ગુનો દાખલ થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના ખારાખોડા ગામનો પટેલ પુનમાભાઇ તેજાભાઇ પાટણ જીલ્લામાં વાગદોડ પોલીસ મથકના પ્રોહી ગુનામાં ફરાર હતો. આ દરમ્યાન પાટણ LCBના અનાર્મ હેડ કોન્સ લાલભાઇ, અ.હે.કો. જયેશજી અને અપોકો મોડજી સહિતના બાતમી આધારે તેને પકડવા ખારાખોડા ગયા હતા. જ્યાં પહોંચી આરોપીને વોરંટ બતાવી ઝડપીને લઇ જતાં દરમ્યાન પરિવારજનો કુહાડી, પાવડો, કોદાળી સહિતના હથિયારો સાથે આવી પહોંચ્યાં હતા. આ સાથે LCB સ્ટાફના માણસોને મોટા અવાજે ગાળો બોલવા લાગ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, દારૂ કેસના આરોપીના પરિજનોએ LCB સ્ટાફની ફરજમાં રૂકાવટ કરતાં આરોપી ફરીથી ફરાર થઇ ગયો હતો. જેને લઇ અનાર્મ હેડ કોન્સ લાલાભાઇએ ચાર લોકોના નામજોગ ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ થરાદ પોલીસ મથકે નોંધાવી છે. થરાદ પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ 186, 224, 225, 294(b), 506(2), 143, 147, 148, 149 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. પુનમાભાઇ તેજાભાઇ પટેલ
  2. નરશીભાઇ મુળાભાઇ પટેલ
  3. રામજીભાઇ પુનમાભાઇ પટેલ
  4. સમરથભાઇ મુળાભાઇ પટેલ
  5. અજાણ્યું ત્રણ મહીલાના નામઠામ જણાવેલ નથી, તમામ રહે.ખારાખોડા, તા.થરાદ, જી.બનાસકાંઠા