ઘટના@થરાદ: લોકડાઉન વચ્ચે પોલીસકર્મી પર હુમલો કરી યુવક ફરાર

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે પોલીસ કર્મીઓ ઉપર હુમલાની ઘટનાઓ રોકાવાનુ નામ નથી લઇ રહી. થરાદ તાલુકાના ગામે પોલીસકર્મી ઉપર હુમલાની ઘટના સામે આવી છે. ગઇકાલે સાંજના સમયે લોકડાઉનનો ભંગ થતો હોઇ પોલીસ જવાને સમજાવવા જતાં ગામના જ યુવકે હુમલો કર્યો હતો. જોકે ઘટના બાદ હુમલો કરના યુવક ફરાર થઇ ગયો
 
ઘટના@થરાદ: લોકડાઉન વચ્ચે પોલીસકર્મી પર હુમલો કરી યુવક ફરાર

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે પોલીસ કર્મીઓ ઉપર હુમલાની ઘટનાઓ રોકાવાનુ નામ નથી લઇ રહી. થરાદ તાલુકાના ગામે પોલીસકર્મી ઉપર હુમલાની ઘટના સામે આવી છે. ગઇકાલે સાંજના સમયે લોકડાઉનનો ભંગ થતો હોઇ પોલીસ જવાને સમજાવવા જતાં ગામના જ યુવકે હુમલો કર્યો હતો. જોકે ઘટના બાદ હુમલો કરના યુવક ફરાર થઇ ગયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના ચાંગડા ગામે પોલીસકર્મી ઉપર હુમલો થયો છે. ગઇકાલે સાંજે પોલીસ બંદોબસ્ત હોવા છતાં લોકો ટોળે વળીને બેસ્યા હતા. જેની જાણ થતાં પોલીસકર્મી તેમને સમજાવવા ગયા હતા. આ દરમ્યાન ગામના જ યુવકે પોલીસ જવાન પર હુમલો કર્યો હતો. ઘટના બાદ હુમલો કરનાર યુવક ફરાર થઇ ગયો હતો. જેને લઇ થરાદ પોલીસે ગામમાં પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.