ઘટના@ઊના: ગૌશાળામાં રાત્રિ દરમ્યાન બે સિંહોએ આતંક મચાવ્યો, એક સાથે 9 જેટલી ગાયોને મોતને ઘાટ ઉતારી

 
ઘટના

ગૌભકતો માં અરેરાટી વ્યાપી ગઇ હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઊના તાલુકાના દરીયાઇ કિનારા નજીક આવેલા સીમર ગામે શીતળાય માતાજી મંદિર ની ગૌશાળામાં રાત્રિ દરમ્યાન બે સિંહ ત્રાટકી ગાયોનાં ઘણ પર આતંક મચાવ્યો હતો અને એક સાથે નવ જેટલી ગાયો ને મોતને ઘાટ ઉતારી મિજબાની માણી જતાં રહેતાં ગૌભકતો માં અરેરાટી વ્યાપી ગઇ હતી અને આ બાબતે વન વિભાગ ને જાણ કરાતાં ધટના સ્થળે દોડી ગયાં હતાં.

ગીર જંગલ નાં વન્ય પ્રાણી અભયારણ્ય વિસ્તારો છોડી ગ્રામ્ય વિસ્તારના રેવન્યુ ખેતીવાડી તેમજ દરીયાઇ કાંઠા વિસ્તારમાં રહેણાંક બનાવી ચુક્યા છે રાત પડતાં ની સાથે સૈયદ રાજપરા, સીમર દુધાળા, સુલતાનપુર, ગરાળ, નવાબંદર, નાલીયા માંડવી, વાસોજ તેમજ વ્યાજ પુર ઊના ખારા વિસ્તાર ગીરગઢડા રોડ સુધી આવેલાં ગામો માં નિયમિત આંટાફેરા મારતાં હોય અને શહેલાય થી શિકાર માણી ચાલ્યા જતાં હોવાનું જોવાં મળે છે.ગત મોડીરાત્રે બે સિંહ સીમર ગામે દરીયાઇ કાંઠા નાં ખારાં પટ્ટ જમીનમાં આવેલાં શીતળાય માતાજી મંદિરના નજીક બનાવેલી ગૌશાળા માં આવી ચડ્યા હતાં અને ગાયો પર ત્રાટકિય હુમલો કરી આતંક મચાવતા મુંગા પશુ ઓ માં ફફડાટ મચાવી દીધો હતો નવ જેટલી ગાયો ને ફાડી ખાઈ મોતને ઘાટ ઊતારી દેતાં ગૌભકતો માં અરેરાટી પ્રસરી ગઇ હતી.

ભારે મુંગા પશુનાં શોર બકોર વચ્ચે રાત્રિનાં સમયે આ શિકાર કરી રહેલાં સિંહ સામે કોઈ જવાની હિંમત દેખાડવા તૈયાર નહીં હોવાથી બે સિંહ યુગલએ 9 ગાયો નાં મારણ કરી નાશી છુટતા વહેલી સવારે અન્ય ગૌશાળા માં રહેલાં પશુ ગભરાઈ ગયા હતાં. તેને કોઈ ઈજા નહીં હોવાથી આ મૃતક ગાયોને ગૌ ભક્તો દ્વારા દુર ખસેડીને વન્ય વિભાગ ને જાણ કરાતાં જશાધાર રેન્જ ફોરેસ્ટ નાં બીડ ગાર્ડ સહિત નો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ બે સિંહ યુગલનાં લોકેશન ની જાણકારી મેળવી ને ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અંત્રે ઉલ્લેખનિય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી ગૌશાળા માં ફરતે ઊંચી દિવાલો અને દરવાજા ગ્રેટ મારેલાં હોવાં છતાંય સિંહ યુગલ પાંચ સાત ફુટ સુધી ની દીવાલો ટપી ને ગૌશાળા માં ધુસી જતાં હોય છે.