બનાવ@ઊંઝા: ખેતરમાં પિયત કરતાં ખેડૂતનું વીજતારના કરંટથી મોત, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા ઊંઝા તાલુકાના ગામે ખેતરમાં વીજ કરંટથી સ્થાનિક ખેડૂતનું મોત થયુ છે. પંથકમાં ભૂંડ ભગાડવા અને પાક નુકશાન થતું રોકવા વાડમાં લોખંડના તારમાં વીજ કરંટ આપેલ હોઇ તેને અડકી જતાં ખેડૂતનું મોત થયુ છે. ગઇકાલે વહેલી સવારે સ્થાનિક ખેડૂતો પાકમાં પિયત કરવા ગયા બાદ અચાનક બાજુના ખેતરની વાડમાં બાંધેલ લોખંડના તારને
 
બનાવ@ઊંઝા: ખેતરમાં પિયત કરતાં ખેડૂતનું વીજતારના કરંટથી મોત, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા

ઊંઝા તાલુકાના ગામે ખેતરમાં વીજ કરંટથી સ્થાનિક ખેડૂતનું મોત થયુ છે. પંથકમાં ભૂંડ ભગાડવા અને પાક નુકશાન થતું રોકવા વાડમાં લોખંડના તારમાં વીજ કરંટ આપેલ હોઇ તેને અડકી જતાં ખેડૂતનું મોત થયુ છે. ગઇકાલે વહેલી સવારે સ્થાનિક ખેડૂતો પાકમાં પિયત કરવા ગયા બાદ અચાનક બાજુના ખેતરની વાડમાં બાંધેલ લોખંડના તારને તેઓ અડકી જતાં વીજ કરંટથી મોત થયુ છે. ઘટનાને લઇ ઊંઝા પોલીસે વીજ કરંટ લગાવેલ તારના ખેતરના ખેડૂત સામે પોલીસ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાવ@ઊંઝા: ખેતરમાં પિયત કરતાં ખેડૂતનું વીજતારના કરંટથી મોત, ગુનો દાખલ

મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકાના કામલી ગામે વીજ કરંટથી ખેડૂતનું મોત થયુ છે. કામલી ગામે મનુભાઇ કાળીદાસ પટેલના ખેતરમાં કૃષિપાકને ભૂંડ તથા અન્ય પ્રાણીઓથી નુકશાન ન પહોંચે તે માટે લોખંડના તારની વાડ બનાવી તેમાં કુવાની મોટરના વીજ કનેક્શનથી જોડાણ લઇ વીજપ્રવાહ ચાલુ રાખ્યો હતો. આ દરમ્યાન ગઇકાલે સવારે ગામના વિષ્ણુભાઇ બબાભાઇ પટેલ પાકમાં પિયત કરવા જતાં પગ લપસી જતાં વાયરને અડકતાં તેમનું મોત થયુ છે. ઘટનાને લઇ ઊંઝા પોલીસે મનુભાઇ પટેલ આઇપીસી કલમ 304 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવ@ઊંઝા: ખેતરમાં પિયત કરતાં ખેડૂતનું વીજતારના કરંટથી મોત, ગુનો દાખલ
જાહેરાત