ઘટના@ઊંઝા: ક્રિકેટ રમવાને લઇ 2 જૂથ વચ્ચે મારામારી, સામસામે ફરીયાદમાં 7 આરોપી બન્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા ઊંઝા તાલુકાના ગામે ક્રિકેટ રમવાને લઇ ઠપકો આપવાની બાબતે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. તાલુકાના ગામે ગઇકાલે સવારે ક્રિકેટ રમવાને લઇ છોકરાઓને ઠપકો આપવા જતાં મામલો બિચક્યો હતો. જેમાં બંને પક્ષે એકબીજા સામે મારામારીની ફરીયાદ નોંધાવી છે. કોરોનાકાળ પણ ક્રિકેટ રમવાને લઇ બે જૂથ વચ્ચે મારામારીની ઘટના
 
ઘટના@ઊંઝા: ક્રિકેટ રમવાને લઇ 2 જૂથ વચ્ચે મારામારી, સામસામે ફરીયાદમાં 7 આરોપી બન્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા

ઊંઝા તાલુકાના ગામે ક્રિકેટ રમવાને લઇ ઠપકો આપવાની બાબતે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. તાલુકાના ગામે ગઇકાલે સવારે ક્રિકેટ રમવાને લઇ છોકરાઓને ઠપકો આપવા જતાં મામલો બિચક્યો હતો. જેમાં બંને પક્ષે એકબીજા સામે મારામારીની ફરીયાદ નોંધાવી છે. કોરોનાકાળ પણ ક્રિકેટ રમવાને લઇ બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ઊંઝા પોલીસે સામસામે ફરીયાદમાં કુલ 7 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@ઊંઝા: ક્રિકેટ રમવાને લઇ 2 જૂથ વચ્ચે મારામારી, સામસામે ફરીયાદમાં 7 આરોપી બન્યાં

મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકાના ભાખર ગામના પ્રવિણજી ઠાકોરે નોંધાવેલ ફરીયાદ મુજબ ગઇકાલે તેઓ પોતાના ઘરે હતા. સવારે ઠાકોર લક્ષ્મણજી ગામના ઇસમોને પોતાના છોકરાઓને ક્રિકેટ રમવાની કેમ ના પાડે છે ? તેવો ઠપકો આપી ઘરે આવ્યા હતા. જોકે રાત્રીના સમયે પ્રવિણજી અને લક્ષ્મણજી વિસતમાતાના મંદીર પાસે બેઠા હતા. આ દરમ્યાન ઠાકોર અશ્વિનજી શંકરજી, ઠાકોર કલ્પેશજી શંકરજી, ઠાકોર અલ્પેશજી શંકરજી સહિતના હાથમાં લોખંડનો સળીયો અને હાથમાં લાકડી લઇ દોડી આવી તેમના પર હુમલો કર્યો હતો. સમગ્ર મામલે ઊંઝા પોલીસે ત્રણેય સામે આઇપીસી 323, 324, 504, 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ઘટના@ઊંઝા: ક્રિકેટ રમવાને લઇ 2 જૂથ વચ્ચે મારામારી, સામસામે ફરીયાદમાં 7 આરોપી બન્યાં

આ તરફ સામાપક્ષે ઠાકોર અશ્વિનજી શંકરજીએ પણ ચાર ઇસમો સામે મારામારીની ફરીયાદ નોંધાવી છે. વિગતો મુજબ અશ્વિનજીએ ગામના છોકરાઓને ક્રિકેટ રમવાની ના પાડતાં ઠાકોર લક્ષ્મણજી વિહાજી, ઠાકોર પ્રવિણજી લક્ષ્મણજી, ઠાકોર દિનેશજી લક્ષ્મણજી અને ઠાકોર અરવિંદજી લક્ષ્મણજી સહિતના લોખંડની પાઇપ લઇને આવી અશ્વિનજીના માથાના ભાગે અને ધોકાથી માર માર્યો હતો. આ સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હોઇ તમામ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. ઊંઝા પોલીસે ચારેય સામે આઇપીસી 323, 324, 504, 114, 506(2) અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.