ઘટના@વડગામ: 12 વર્ષિય કિશોરીને ગામનો જ ઇસમ લલચાવીને ભગાડી ગયો, પોક્સો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વડગામ વડગામ તાલુકાના ગામે એક ઇસમ 12 વર્ષિય કિશોરીને લગ્ન કરવાના ઇરાદે લલચાવી-ફોસલાવી ભગાડી ગયાની ઘટના સામે આવી છે. પંથકના ગામમાં મજૂરી કરી રહેતાં પરિવારના બેનની દીકરી તેઓની સાથે જ રહેતી હતી. જે ગત તા.27 માર્ચના રોજ ગામમાં દૂધ લેવા ગયા બાદ પરત નહીં ફરતાં પરિવારે શોધખોળ કરી હતી. જે બાદમાં
 
ઘટના@વડગામ: 12 વર્ષિય કિશોરીને ગામનો જ ઇસમ લલચાવીને ભગાડી ગયો, પોક્સો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વડગામ

વડગામ તાલુકાના ગામે એક ઇસમ 12 વર્ષિય કિશોરીને લગ્ન કરવાના ઇરાદે લલચાવી-ફોસલાવી ભગાડી ગયાની ઘટના સામે આવી છે. પંથકના ગામમાં મજૂરી કરી રહેતાં પરિવારના બેનની દીકરી તેઓની સાથે જ રહેતી હતી. જે ગત તા.27 માર્ચના રોજ ગામમાં દૂધ લેવા ગયા બાદ પરત નહીં ફરતાં પરિવારે શોધખોળ કરી હતી. જે બાદમાં ગામનો જ ઇસમ કિશોરીને ભગાડી ગયો હોવાનુ઼ સામે આવ્યાં બાદ આજદીન સુધી શોધખોળ કરવા છતાં મળી ન હતી. જેને લઇ કિશોરીના મામાએ ઇસમ સામે છાપી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના એક ગામે ૧ર વર્ષિય કિશોરીને ભગાડી જવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. પંથકના ગામમાં રહેતાં આધેડની બહેનના મૃત્યુ બાદ તેમની બંને ભાણીઓ તેમની સાથે જ રહેતી હતી. ગત તા.27 માર્ચ 2021ના રોજ તેઓ મજુરીએ ગયા બાદ પરત આવતાં તેમની 12 વર્ષિય ભાંણી હાજર ન હોવાથી બીજી ભાંણીએ કહેલ કે, બહેન બપોરે ગામમાં દૂધ લેવા ગયા બાદ પરત ફરી ન હતી. જે બાદમાં પરિવારે શોધખોળ કર્યા બાદ ગામનો જ ઇસમ કિશોરીને ભગાડી ગયાનું સામે આવ્યુ હતુ. જોકે આજદીન સુધી શોધખોળ કરવા છતાં બંને નહીં મળતાં આખરે કિશોરીના મામાએ ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગામમાં જ રહેતી 12 વર્ષિય કિશોરીને ઇસમ લગ્ન કરવાના ઇરાદે લલચાવી-ફોસલાવી ભગાડી ગયો હતો. સમગ્ર મામલે કિશોરીના મામાએ નોંધાવેલી ફરીયાદ મુજબ ઇસમ અવાર-નવાર તેમના ઘરની આજુબાજુ આંટા મારતો હતો. જોકે 27 માર્ચના રોજ ઇસમ તેમની ભાણીને લલચાવી-ફોસલાવી ભગાડી ગયો હતો. સમગ્ર મામલે છાપી પોલીસે ઇસમ સામે આઇપીસી 363, 366 અને પોક્સોની કલમ 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.