બનાવ@વડગામ: પતિને કામ બાબતે ઠપકો આપતાં પત્નિને મહોલ્લાનાં ઇસમોએ માર માર્યો

અટલ સમાચાર ડોટ કોમ, વડગામ વડગામ તાલુકાના ગામે પત્નિ પોતાના પતિને કામ બાબતે ઠપકો આપતી હોઇ મહોલ્લાના ઇસમોએ મહિલાને માર માર્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગામની મહિલાના પોતાના પતિને કામ બાબતે ઉગ્ર અવાને ઠપકો આપતી હતી. આ દરમ્યાન મહોલ્લાંના ઇસમોએ આવીને કહેલ કે, તમો અમને કેમ સંભળાવો છો ? જેથી મહિલાએ કહેલ કે,
 
બનાવ@વડગામ: પતિને કામ બાબતે ઠપકો આપતાં પત્નિને મહોલ્લાનાં ઇસમોએ માર માર્યો

અટલ સમાચાર ડોટ કોમ, વડગામ

વડગામ તાલુકાના ગામે પત્નિ પોતાના પતિને કામ બાબતે ઠપકો આપતી હોઇ મહોલ્લાના ઇસમોએ મહિલાને માર માર્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગામની મહિલાના પોતાના પતિને કામ બાબતે ઉગ્ર અવાને ઠપકો આપતી હતી. આ દરમ્યાન મહોલ્લાંના ઇસમોએ આવીને કહેલ કે, તમો અમને કેમ સંભળાવો છો ? જેથી મહિલાએ કહેલ કે, અમો તો અમારા ઘરમાં વાતચીત કરીએ છીએ. આ તરફ ઉશ્કેરાયેલા ઇસમોએ મહિલાને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે વડગામ પોલીસે ત્રણ ઇસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના જલોત્રા ગામે મહિલાને માર માર્યાની ઘટના સામે આવી છે. જલોત્રા ગામના અંબાબેન નટવરલાલ હીરવાણીયા(વણકાર) પોતાના પતિને ઘરકામ બાબતે ગઇકાલે સાંજના સમયે ઠપકો આપતાં હતા. આ દરમ્યાન મહોલ્લાંના ભરત વિનોદભાઇ હીરવાણીયા, વિપુલ વિનોદભાઇ હીરવાણીયા અને પ્રવિણ મનજીભાઇ હિરવાણીયા તેમના ઘરે આવી ચડ્યા હતા. જ્યાં ઇસમોએ કહેલ કે, તમો મહોલ્લામાં કેમ જેમ-તેમ બોલો છો ? અને અમોને સંભળાવો છો ? જેથી મહિલાએ કહેલ કે, અમે અમારા ઘરમાં વાત કરીએ છીએ તેથી ઇસમોએ ઉશ્કેરાઇ જઇ મહિલાને ગડદાપાટુનો માર માર્યો હતો.

બનાવ@વડગામ: પતિને કામ બાબતે ઠપકો આપતાં પત્નિને મહોલ્લાનાં ઇસમોએ માર માર્યો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહિલાને નજીવી બાબતે મહોલ્લાના યુવકોએ માર મારતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે સાંજના સમયે બનેલી ઘટનામાં હોબાળો થતાં મહિલાનો પુત્ર, પુત્રવધુ સહિતનાએ વચ્ચે પડી તેમને છોડાવ્યાં હતા. જે બાદમાં ઇસમોએ જતાં-જતાં મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી અને જ્યાં ફરીયાદ કરવી હોય ત્યાં કરી દેજો અમે કોઇનાથી ડરતાં નથી તેવું કહી જતાં રહ્યા હતા. સમગ્ર મામલે વડગામ પોલીસે ત્રણ ઇસમ સામે આઇપીસી કલમ 323, 294(B), 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.