ઘટના@વડોદરા: પાલિકાના સફાઈ કર્મચારીનુ કોરોના વેક્સિન લીધા બાદ મોત થયાનો આક્ષેપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક દેશભરમાં વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અગાઉ આંગણવાડી મહિલાને કોરોના રસી લીધા બાદ મોત થયાનો આક્ષેપ લાગ્યો હતો. એવામાં ફરિવાર વડોદરાની સયાજીરાવ હોસ્પિટલમાં એક સફાઈ કર્મચારીનુ મોત કોરોના રસી લીધા બાદ થયાનો આક્ષેપ લાગી રહ્યો છે. મૃતકના પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે કે, વેક્સિન લીધા બાદ તેમની તબીયત લથડી
 
ઘટના@વડોદરા: પાલિકાના સફાઈ કર્મચારીનુ કોરોના વેક્સિન લીધા બાદ મોત થયાનો આક્ષેપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશભરમાં વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અગાઉ આંગણવાડી મહિલાને કોરોના રસી લીધા બાદ મોત થયાનો આક્ષેપ લાગ્યો હતો. એવામાં ફરિવાર વડોદરાની સયાજીરાવ હોસ્પિટલમાં  એક સફાઈ કર્મચારીનુ મોત કોરોના રસી લીધા બાદ થયાનો આક્ષેપ લાગી રહ્યો છે. મૃતકના પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે કે, વેક્સિન લીધા બાદ તેમની તબીયત લથડી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કથિત રીતે કોરોના રસીથી મોત થનાર જીગ્નેશ સોલંકી પાલિકાની વોર્ડ-9ના સફાઈ કર્મચારી હતો. વેક્સિન લીધા બાદ મોત નિપજતાં સફાઈ કર્મચારીના પરિજનોએ હોસ્પીટલ ખાતે હોબાળો કર્યો હતો. પાલિકાના વોર્ડ-9ના સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતાં જીગ્નેશ સોંલકીએને કોરોના રસી આપવામાં આવી હતી. રસી લીધા બાદ જીગ્નેશ ઘરે આવ્યો હતો. બાદમાં તેને અચાનક ખેંચ આવતા પરિવારજનો સયાજીરાવ હોસ્પીટલે લઈ ગયા હતા. જ્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જીગ્નેશ સોંલકીનુ મોત નિપજતાં પરિજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. મૃતકની પત્નિએ ગંભીર આરોપ લગાવ્યો છે કે, અમે ના પાડીએ છતાં પણ રસી આપવામાં આવી રહી છે. મારા પતી રસી મુકાવીને ઘરે આવ્યા ત્યાર બાદ તેમને અચાનક ખેંચ ઉપડી હતી. જેથી તેમને સારવારઅર્થે હોસ્પિટલે ખસેડ્યા હતા. જ્યાં તેમનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ.