ઘટના@વડોદરા: પોરથી કરજણ વચ્ચે હાઈવે પર અકસ્માત, 4થી વધુ લોકોના મોત

 
અકસ્માત

કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ ખાડામાં ખાબકી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરા નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 થી 4 લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. પોરથી કરજણ વચ્ચે હાઈવે પર કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. આ અકસ્માતની ઘટનામાં અનેક લોકો મોતને ભેટે છે તો અનેક લોકોને ઇજાઓ પહોંચતી હોય છે. ઘણા આવા પણ લોકો છે જે રિલ્સમાં વ્યૂહના ચક્કરમાં કાર કે બાઇકમાં સ્ટંટ કરતા હોય છે અને તેમની સામે ફોજદારી ગુનાઓ વધ્યા છે.

તો બીજી તરફ નબીરાઓ બેફામ વાહન ચલાવીને લોકોને હેરાન પરેશાન કરતી અનેક ઘટનાઓ બને છે. તેવામાં ધૂળેટીના પર્વ પર વડોદરા નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 3થી વધુ લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. વડોદરા નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. પોરથી કરજણ વચ્ચે હાઈવે પર કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ ખાડામાં ખાબકી હતી. અકસ્માતની ઘટનામાં 3 થી 4 લોકોના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.