ઘટના@વડોદરા: મહિલા કોન્સ્ટેબલે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો, આપઘાતનું કારણ અકબંધ

 
ઘટના
આપઘાતને પગલે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરામાં કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ગઇકાલે પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આજવા રોડ નવજીવન પાસે રહેતી પ્રિયંકાએ તાજેતરમાં જ PSIની પરીક્ષા પાસ કરી હતી. મૂળ બનાસકાંઠા જિલ્લાની વતની પ્રિયંકાના આપઘાતનું કારણ અકબંધ છે. બાપોદ પોલીસ મથક વિસ્તારમાં બનેલી ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, શહેરના કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રિયંકા પ્રજાપિત મૂળ બનાસકાંઠાના જિલ્લાના વતની છે.

તેઓ વડોદરાના આજવા રોડ સ્થિત નવજીવન પાસે રહેતા હતા. તેઓ પી.એસ.આઇની પરીક્ષાની તૈયારી કરી રહ્યાં હતા. જેથી તેમની એક મિત્ર ગઇકાલે રાત્રીના સમયે લેખિત પરીક્ષાનું મટીરીયલ આપવા માટે ગઇ હતી. ત્યાર તેમણે દરવાજો ખખડાવતા કોઇએ ખોલ્યો ન હતો. જેથી દરવાજો તોડીને અંદર જોતા પ્રિયંકા પ્રજાપતિ પંખા પર ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ પણ વસ્તુ મળી આવી નથી. હાલમાં 'અકસ્માત મોત' નો ગુનો નોંધી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ હાથ ધરી છે.