ઘટના@વડોદરા: ધોરણ 7ના વિદ્યાર્થીને માતાએ ઠપકો આપતા ફાંસો ખાધો, માસૂમનો મૃતદેહ જોઇ પોલીસ પણ સ્તબ્ધ

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરામાં વધુ એક વિદ્યાર્થી આપઘાત કરી લીધો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. CBSE ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માતાએ ઠપકો આપતા લાગી આવતા ગળા ફાંસો ખાઇ લીધો હતો. આ માસૂમનો ચહેરો જોઈને પોલીસની પણ પોસ્ટમોર્ટમ કરાવવા માટે હિંમત ચાલી ન હતી. વડોદરા શહેર નજીક આવેલા વેમાલી ખાતે શ્રવણ એન્કલેવમાં રહેતા અરૂણભાઇ ગુંડેકર મંજુસર જીઆઇડીસીમાં આવેલી એનડીસી કંપનીમાં મોટા હોદ્દા ઉપર ફરજ બજાવે છે. તેમને સંતાનમાં બે બાળકો છે.
13 વર્ષના નિમેષ સીબીએસસી ધોરણ સાતમાં અભ્યાસ કરતો હતો. નિમેષની પરીક્ષા ચાલી રહી હતી અને તેનું અંગ્રેજીનું પેપર હતું. જેથી કરીને માતાએ અભ્યાસ કરવા માટે ઠપકો આપ્યો હતો. આ ઠપકો નિમેશને લાગી આવ્યો હતો અને આ ઠપકો તેનાથી સહન નહીં થતાં પોતાના રૂમમાં જઈને બારીમાં બેલ્ટ બાંધીને ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવની જાણ કરવામાં આવતા મંજૂસર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ બનાવવાની જાણ થતા જ મહિલા પોલીસ અધિકારી પણ સ્થળ પર આવ્યા હતા. જેમણે આ માસૂમ વિદ્યાર્થીને જોતા જ તેઓ પોતે પણ શબ્દ થઈ ગયા હતા. પહેલા તો પોલીસની પણ આ માસૂમ બાળકની પોસ્ટમોર્ટમ કરાવવાની હિંમત ચાલી ન હતી. જ્યારે મહિલા પોલીસ અધિકારીએ હિંમત એકત્ર કરીને પીએમ કરાવી મૃતદેહને પરિવારને સોંપ્યો હતો.