ઘટના@વડોદરા: પારૂલ યુનિવર્સિટીમાં હોસ્ટેલના પાંચમા માળેથી પડતું મૂકી વિદ્યાર્થીએ કર્યો આપઘાત

 
ક્રાઇમ

ઘટનાની જાણ થતા વાઘોડિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. પારૂલ યુનિવર્સિટીની હોસ્ટેલના પાંચમા માળેથી પડતું મૂકી અનિલ પટેલ નામના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતા વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

 

અવારનવાર અનેક વિવાદોમાં આવતી વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ પારૂલ યુનિવસીર્ટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા હોબાળો મચી ગયો છે. હાલ તો આપઘાત કરવા પાછળનું મૂળ કારણ શું છે તેની વિગતો બહાર આવી નથી. રહસ્યમય સંજોગોમાં વિધાર્થીએ આપઘાત કરી લેતા આ યુનિવસિર્ટી ફરી એકવાર વિવાદના ધેરામાં આવી છે.

 

મૃતક વિદ્યાર્થી અનિલ પટેલ મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાની સામે આવ્યું છે. તે પારૂલ યુનિવર્સિટીમાં BBAના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો. અભ્યાસની સાથે તે અટલ ભવન બી હોસ્ટેલમાં રહેતો હતો. અગમ્ય કારણોસર અનિલ પટેલે હોસ્ટેલના પાંચમા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી દીધો છે.આ ઘટનાની જાણ થતા વાઘોડિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. વાઘોડિયા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી વિદ્યાર્થીના મૃતદેહને પીએમે અર્થે ખસેડી જરૂરી તાપસ હાથ ધરવામાં આવી છે.