ઘટના@વડોદરાઃ બસનો ડ્રાઇવર રસ્તામાં બસ થોભાવીને નર્મદા નદીમાં કૂદી પડ્યો

અટલ સમાચાર, ડેસ્ક બસના એક ડ્રાઇવરે ચાલુ ફરજ દરમિયાન નદીમાં કૂદી ગયાનો બનાવ સામે આવ્યો છે. ડ્રાઇવરે મુસાફરો ભરેલી બસ અચાનક થોભાવી દીધી હતી અને બાદમાં કોઈ કંઈ પણ વિચારે તે પહેલા જ પુલ પરથી નદીમાં કૂદી ગયો હતો. આ સમગ્ર મામલે વધારે તપાસ કરવામાં આવી રહી છે. ડ્રાઇવરે રાજપીપળાથી બસ લઈને વડોદરા શહેર ખાતે
 
ઘટના@વડોદરાઃ બસનો ડ્રાઇવર રસ્તામાં બસ થોભાવીને નર્મદા નદીમાં કૂદી પડ્યો

અટલ સમાચાર, ડેસ્ક

બસના એક ડ્રાઇવરે ચાલુ ફરજ દરમિયાન નદીમાં કૂદી ગયાનો બનાવ સામે આવ્યો છે. ડ્રાઇવરે મુસાફરો ભરેલી બસ અચાનક થોભાવી દીધી હતી અને બાદમાં કોઈ કંઈ પણ વિચારે તે પહેલા જ પુલ પરથી નદીમાં કૂદી ગયો હતો. આ સમગ્ર મામલે વધારે તપાસ કરવામાં આવી રહી છે. ડ્રાઇવરે રાજપીપળાથી બસ લઈને વડોદરા શહેર ખાતે આવી રહ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આશિષકુમાર રણછોડ મુંડવાડા મેટ્રોલિંક સિટી બસ લઈને રાજપીપળાથી વડોદરા જઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે પોઈચા બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં ઝંપલાવી દીધું હતું. બસમાં અંદાજે 20 મુસાફર સવાર હતા. અચાનક બનેલી આ ઘટનાથી મુસાફરો પણ ડરી ગયા હતા. આ મામલે એસ.ટીના તંત્રને તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ફરજ દરમિયાન જે ડ્રાઇવરે નદીમાં ઝંપલાવી દેતા એસ.ટી. ડેપો મેનેજર પર બનાવ સ્થળે દોડી ગયા હતા. ફાયર વિભાગને જાણ કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે, ડ્રાઇવરનો કોઈ પત્તો લાગ્યો ન હતો. સોમવારે સાંજે આશરે પાંચ વાગ્યે વડોદરા માટે મેટ્રોલિંક બસ લઈને નીકળ્યો હતો. બસમાં 20 જેટલા મુસાફરો સવાર હોવાની માહિતી મળી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ડ્રાઇવરે બસ થોભાવીને સીધું જ બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી દીધું હતું. આ ઘટનાને નજરે જોનારા મુસાફરો સ્તબ્ધ થઈ ગયા હતા. મુસાફરો કંઈ કરે કે સમજે તે પહેલા તો ડ્રાઇવરે બ્રિજ પરથી નીચે ઝંપલાવી દીધું હતું. એવી માહિતી મળી છે કે ડ્રાઇવર આશિષ સવારે જ મહારાષ્ટ્રના નાસિક ખાતેથી બસ લઈને પરત આવ્યો હતો. જે બાદમાં સાંજે તે વડોદરા જતી બસમાં નોકરી પર હતા.