ઘટના@વલસાડ: ઉમરગામના મામલતદારે ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યુ, સમગ્ર જિલ્લામાં ખળભળાટ

 
મામલતદાર
આકરૂં પગલું શા માટે ભર્યું, તે પ્રશ્ન ચર્ચાનો વિષય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રહ્માકારછે ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવી લેતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. ઉમરગામ મામલતદાર તરીકે કાર્યરત ડી.સી. બ્રહ્માકાર છે કોઈ અગમ્ય કારણોસર રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ (GRP) અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

એક જવાબદાર વર્ગ-2 ના અધિકારીએ આવું આકરૂં પગલું શા માટે ભર્યું, તે પ્રશ્ન હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસને પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.