ઘટના@વલસાડ: ઉમરગામમાં સામૂહિક આપઘાતનો કિસ્સો, પતિ-પત્નીએ બાળક સહિત ટૂંકાવ્યું જીવન

 
ઘટના
પતિ-પત્નીએ તેમના બે વર્ષના બાળકની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વલસાડના ઉમરગામમાં સામૂહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. સોળસુંબા ગામમાં પતિ-પત્ની અને બાળકે આપઘાત કરતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. માહિતી અનુસાર, પરિવાર ભાડાના ફ્લેટમાં રહેતો હતો. જ્યાં પતિ-પત્નીએ તેમના બે વર્ષના બાળકની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી. જ્યારે આસપાસના લોકોને આ ઘટનાની જાણ થઈ. ત્યારે પડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી.

ઘટનાની માહિતી મળતા જ ડીએસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરિવારે આત્મહત્યા શા માટે અને કેવી રીતે કરી તે હજુ સુધી જાણી શકાયું નથી. અગાઉ પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટની C વીંગમાં રહેતા સોલંકી પરિવારના સાત સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના સ્થળની તપાસ દરમિયાન પોલીસને નોંધ પણ મળી આવી હતી. જેમાં પરિવારના સભ્યોના સામૂહિક આઘાતનું કારણ આર્થિક સંકડામણ હોવાનું સામે આવ્યું હતું.