આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, વાવ

વાવ તાલુકાના ગામે જાતિ વિરુધ્ધ વિડીયો વાઇરલ કરવાને લઇ રવિવારે મારમારીની ઘટના સામે આવી છે. જેને લઇ એક ફરીયાદ બાદ સામે પક્ષે પણ પોલીસ ફરીયાદ નોંધાઇ છે. ગામના દલિત યુવકને ગડદાપાટુંનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ઘટનાને લઇ બંને પક્ષોએ સામસામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના ગોલગામ ગામે રવિવાર સાંજે જ્ઞાતિવાદ વિરૂધ્ધ વીડીયો બનાવી વાઇરલ કરવાને લઇ બબાલ ઉભી થતાં મામલો બિચક્યો હતો. આ દરમ્યાન ફરીયાદી દશરથભાઇ ધેંગાભાઇ રાજપુતે અમદાવાદ જીલ્લાના ધંધુકા-ધોળકા દશુ ઉર્ફે દશરથ ચાવડા નામના વ્યક્તિ સામે ગામ વિરૂદ્ધ અભદ્ર શબ્દોમાં વાત કરવી, માં-બેન સામે ભુંડી ગાળો બોલતો હોવાનો વીડીયોને લઇ ધમકી આપી હોઇ તેની સામે વાવ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આઇપીસી કલમ 504, 507 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ તરફ સામાપક્ષે મઘાભાઇ દયારામ ભદરૂએ પણ મારામારીની ફરીયાદ નોંધાવી છે. ફરીયાદી પોતે પોતાના ઘરે જઇ રહ્યા તે દરમ્યાન તેમના ગામના રાજપુત વણાભાઇ, દશરથભાઇ રાજપુત, શંકરભાઇ રાજપુત, બબાભાઇ રાજપુત, તથા ભુપતભાઇ રાજપુત નામના શખ્શો આવીને ફરીયાદીને જાતિ વિશે અપશબ્દો બોલીને મારમાર્યો હતો. વીડીયો ડીલીટ કરી દે નહિ તો જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદી મઘાભાઇ દયારામ ભદરૂએ પાંચેય ઇસમ વિરૂધ્ધ વાવ પોલીસ મથકે નામજોગ ફરીયાદ નોંધાવી હતી. વાવ પોલીસે આઇપીસી કલમ 143, 147, 323, 506(2) અને જાતી પ્રતિબંધક અધિનીયમ કલમ 3(1)(r), 3(1)(s), 3(2)(va) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code