ઘટના@વાવ: મધરાત્રે ઘરમાં ત્રાટકેલાં તસ્કરો રોકડ-દાગીના ચોરી ફરાર, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વાવ વાવ તાલુકાના ગામે રાત્રીના સમયે મકાનના તાળું તોડી ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે. કોરોના કહેર વચ્ચે ગત તા. 29-04-2021ની રાત્રે અજાણ્યા ઇસમોએ મકાનમાંથી ચોરી કરી હતી. જેમાં મકાનમાંથી દાગીના, રોકડ અને મોબાઇલની ચોરી કરી નાસી ગયા હતા. સમગ્ર મામલે માવસરી પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ
 
ઘટના@વાવ: મધરાત્રે ઘરમાં ત્રાટકેલાં તસ્કરો રોકડ-દાગીના ચોરી ફરાર, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વાવ

વાવ તાલુકાના ગામે રાત્રીના સમયે મકાનના તાળું તોડી ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે. કોરોના કહેર વચ્ચે ગત તા. 29-04-2021ની રાત્રે અજાણ્યા ઇસમોએ મકાનમાંથી ચોરી કરી હતી. જેમાં મકાનમાંથી દાગીના, રોકડ અને મોબાઇલની ચોરી કરી નાસી ગયા હતા. સમગ્ર મામલે માવસરી પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના ચોટીલ ગામે ચોરીની ઘટના સામે આવી છે. ગામના ડાહ્યાભાઇ ગણેશભાઇ પરમારના ઘરમાં ગત 28 એપ્રિલની રાત્રે સુઇ ગયા બાદ બીજા દિવસ સવારમાં ઉઠીને જોતા ઘરના દરવાજો ખુલ્લી હાલતમાં જોવા મળ્યો હતોં. ત્યારબાદ અંદર જઇ તપાસ કરતા સામાન વેરવિખેર હતો અને તીજોરી ખુલ્લી પડી હતી. તીજોરીમાં કપડાની થેલીમાં દાગીના જોવા ન મળતા ચોરી થઇ હોવાનું જાણવા મળ્યુ હતુ. અજાણ્યા ઇસમોએ ઘરમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો.

ઘટના@વાવ: મધરાત્રે ઘરમાં ત્રાટકેલાં તસ્કરો રોકડ-દાગીના ચોરી ફરાર, ગુનો દાખલ

સુત્રોએ જણાવ્યુ હતું કે, અજાણ્યાં ઇસમોએ રાત્રીના સમયે ઘરમાં ચોરી કરતા ચકચાર મચી ગઇ છે. ફરીયાદી ડાહ્યાભાઇ ગણેશભાઇ પરમારના ઘરના દરવાજનું તાળું તોડી અંદર જઇ તિજોરીમાં પડેલ કપડાની થેલી માંથી 14 ગ્રામનું સોનાનું ફુલ તથા 1.470 નેટ વજનનું ચરણ અને 2.970 નેટ વજનની કાનની બુટ્ટીની શેર મળી કુલ 18.44 ગ્રામના દાગીનાની કિં. રૂ 52,138 તથા 300 રૂ રોકડા અને 500 રૂની કિંમતનો મોબાઇલ સળીને કુલ 52,938નો મુદામાલની ચોરી કર્યાની ફરીયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે માવસરી પોલીસે અજાણ્યાં ઇસમો સામે આઇપીસી કલમ 457, 380 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.