આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, વિજાપુર

કોરોના કહેર વચ્ચે વિજાપુરમાં એક તાજું જન્મેલું બાળક મૃત હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલ વહેલી સવારે સ્થાનિકના છાપરા પાસે એક તાજું જન્મેલ બાળક મૃત હાલતમાં મળી આવતાં સ્થાનિકો સહિત આસપાસના લોકો એકઠા થઇ થયાં હતાં. આ તરફ સ્થાનિક વેપારીએ અજાણી મહિલા સામે લાડોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિજાપુર ગામ પાસે ગઇકાલ સવારે મૃત હાલતમાં નવજાત બાળકી મળી આવતાં ચકચાર મચી ગઇ છે. સ્થાનિક વેપારી જયકુમાર ભરતભાઇ પટેલ સવારના સાત વાગ્યાના સુમારે પોતાની કરીયાણાના દુકાને જતા હોઇ તે સમયે તેમને તાજું જન્મેલું મૃત બાળક જોવા મળતાં તેમને લાડોલ પોલીસ મથકે જાણ કરી હતી.

File Photo

સુત્રોએ જણાવ્યું હતુ કે, વિજાપુર તાલુકાના ગામેથી તાજું ભ્રુણ મળી આવતાં લોકો અજાણી મહિલા સામે ફીટકાર વરસાવી રહ્યા છે. જેને સ્થાનિક વેપારીએ અજાણી મહિલા સામે બાળકીનો જન્મ છુપાવવા માટે તેનો નિકાલ કરવાના ઇરાદે ત્યજી દીધી હોવાથી ફરીયાદ દાખલ કરાવી છે. લાડોલ પોલીસે અજાણી મહિલા સામે આઇપીસી કલમ 318 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code