ઘટના@વિસનગર: વીજ કંપનીના ટ્રાન્સફોર્મર લઇ જતાં આઇસરને ટ્રકે ટક્કર મારતાં નુકશાન, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર વિસનગર તાલુકાના ગામે જીઇબીના ટ્રાન્સફોર્મર ભરીને વડોદરા જતાં આઇસરને ટ્રકે પાછળથી ટક્કર મારતાં નુકશાન થયુ છે. 21 તારીખે બનાસકાંઠાથી વડોદરા ટ્રાન્સફોર્મર ભરીને જતાં આઇસરના ચાલક સહિતના મધરાત્રે ચા-પાણી કરવા ઉભા રહ્યા હતા. આ દરમ્યાન હાઇવે પર બેફામ સ્પિડે આવતી ટ્રકે આઇસરને પાછળથી ટક્કર મારતાં આઇસર અને ટ્રાન્સફોર્મરને નુકશાન થયુ હતુ.
 
ઘટના@વિસનગર: વીજ કંપનીના ટ્રાન્સફોર્મર લઇ જતાં આઇસરને ટ્રકે ટક્કર મારતાં નુકશાન, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર

વિસનગર તાલુકાના ગામે જીઇબીના ટ્રાન્સફોર્મર ભરીને વડોદરા જતાં આઇસરને ટ્રકે પાછળથી ટક્કર મારતાં નુકશાન થયુ છે. 21 તારીખે બનાસકાંઠાથી વડોદરા ટ્રાન્સફોર્મર ભરીને જતાં આઇસરના ચાલક સહિતના મધરાત્રે ચા-પાણી કરવા ઉભા રહ્યા હતા. આ દરમ્યાન હાઇવે પર બેફામ સ્પિડે આવતી ટ્રકે આઇસરને પાછળથી ટક્કર મારતાં આઇસર અને ટ્રાન્સફોર્મરને નુકશાન થયુ હતુ. સમગ્ર મામલે આઇસર ચાલકે અજાણ્યાં ફરાર ટ્રક ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના ભાન્ડુ ગામે અકસ્માતની ઘટના સામે આવી છે. 21 તારીખે રાત્રે બનાસકાંઠામાંથી જીઇબીના ટ્રાસ્ફોર્મર ભરીને નીતીનકુમાર જયસ્વાલ અને ઇલેક્ટ્રીકલ આસીટન્ટ વડોદરા જવા નિકળ્યાં હતા. આ દરમ્યાન રાત્રે એકાદ વાગ્યે ભાન્ડુ બસ સ્ટેન્ડ પાસે ચા-પાણી કરવા ઉભા રહ્યા હતા. આ દરમ્યાન હાઇવે પર ઉભી રાખેલ આઇસરને એક બેફામ ટ્રકના ચાલકે ટક્કર મારી ટ્રક લઇ નાસી છુટ્યો હતો. જે બાદમાં આઇસર ચાલકે તપાસ કરતાં આઇસર અને ટ્રાન્સફોર્મરને નુકશાન પહોચ્યું હોવાનું સામે આવ્યુ હતુ.

ઘટના@વિસનગર: વીજ કંપનીના ટ્રાન્સફોર્મર લઇ જતાં આઇસરને ટ્રકે ટક્કર મારતાં નુકશાન, ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ભાન્ડુ પાસે મધરાત્રે ટ્રાન્સફોર્મર ભરીને ઉભા રહેલાં આઇસરને અજાણ્યાં ટ્રક ચાલકે ટક્કર મારતાં મોટું નુકશાન થયુ છે. આ તરફ ચાલક અને ઇલેક્ટ્રીકલ આસિસટન્ટે તપાસ કરતાં નુકશાન થયુ હોઇ તાત્કાલિક ઉપરી અધિકારીને જાણ કરી હતી. જે બાદમાં સવારે અધિકારીઓએ આવી સ્થળ તપાસ કર્યા બાદ આઇસર ચાલકે અજાણ્યાં ટ્રક ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે વિસનગર તાલુકા પોલીસે આઇપીસી 279 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.