ઘટના@વિસનગર: છુટ્ટાછેડામાં મારૂ નામ કેમ આપ્યુ કહી વેપારીનું અપહરણ કર્યા બાદ છોડી મુક્યા

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર વિસનગર તાલુકાના ગામે વેપારીનું અપહરણ કર્યા બાદ છોડી મુકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં ઇસમોએ છુટ્ટાછેડાની બાબતે વેપારીનું અપહરણ કરી ઝપાઝપી કરી હતી. જે બાદમાં સ્થાનિક વ્યક્તિના બોર નજીક તેમને ઉતારી ઇસમો કાર લઇ ફરાર થઇ ગયા હતા. આ તરફ ધોળાદિવસે કાળા કલરની સ્કોર્પિયોમાં છ ઇસમોએ આવી
 
ઘટના@વિસનગર: છુટ્ટાછેડામાં મારૂ નામ કેમ આપ્યુ કહી વેપારીનું અપહરણ કર્યા બાદ છોડી મુક્યા

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર

વિસનગર તાલુકાના ગામે વેપારીનું અપહરણ કર્યા બાદ છોડી મુકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં ઇસમોએ છુટ્ટાછેડાની બાબતે વેપારીનું અપહરણ કરી ઝપાઝપી કરી હતી. જે બાદમાં સ્થાનિક વ્યક્તિના બોર નજીક તેમને ઉતારી ઇસમો કાર લઇ ફરાર થઇ ગયા હતા. આ તરફ ધોળાદિવસે કાળા કલરની સ્કોર્પિયોમાં છ ઇસમોએ આવી સ્થાનિક વેપારીનું અપહરણ કરવાની ઘટનાને લઇ ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ વેપારીએ વિસનગર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના માલોસણ ગામના વેપારીનો અપહરણ બાદ છુટકારો થયો છે. ભેંસોની દલાલી તથા વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવતાં શીભઇ શક્કરભાઇ રબારી 26 જાન્યુઆરીના રોજ સવારે બોલેરોમાં ભાભર જવા નિકળ્યાં હતા. આ દરમ્યાન ચૌધરી હાંકાભાઇનો ફોન આવ્યો હતો કે ,મારી એક ભેંસ વેચવાની છે જેથી તમે મારા કેલીસણા રોડ પરના બોર ઉપર આવો. આ તરફ ફરીયાદી સહિતના કેલીસણા રોડ પરના બોર પર પહોંચી ગયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફરીયાદીને બોર પર પહોંચ્યા બાદ પણ હાંકાભાઇ હાજર ન હોઇ ફોન કરતાં થોડીવાર બેસવા કહ્યુ હતુ. આ દરમ્યાન ફરીયાદી સાથેના પ્રવિણભાઇ અને ભવાનજી થોડા દૂર ઉભા હતા. તે વખતે એક કાળા કલરની સ્કોર્પિયો કારમાં દેસાઇ ઇશ્વરભાઇ સહિત 6 અજાણ્યાં લોકો આવી ચડ્યા હતા. જેમણે ફરીયાદીને જબરજસ્તી કારમાં બેસાડી અપહરણ કરી ઝપાઝપી કરી હતી. આ સાથે તે છુટ્ટાછેડાં થયેલ તેમાં મારૂ નામ કેમ વચ્ચે આપેલ છે. જે બાદમાં ઇશ્વરભાઇના બોર નજીક તેમની ઉતારી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જેને લઇ વિસનગર તાલુકા પોલીસે ઇસમો સામે આઇપીસી કલમ 362, 114, 365 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. ઇશ્વરભાઇ જેમરભાઇ દેસાઇ
  2. રબારી વેલાભાઇ, ગામ-બકરપુર, તા.વિસનગર, જી.મહેસાણા