ઘટના@અમદાવાદ: ધોળકા-ખેડા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં 2 શ્રમિકોના મોત

 
ઘટના

વાહન ચાલક હજી પોલીસની ઝડપમાં આવ્યો નથી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના સાણંદમાં હિટ એન્ડ રનની ઘટના બની છે ધોળકા-ખેડા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં 2 શ્રમિકોના મોત થયા છે સમગ્ર ઘટનામાં ધોળકા ટાઉન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ કરી છે, ત્યારે વાહન ચાલક હજી પોલીસની ઝડપમાં આવ્યો નથી. ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટના વારંવાર બનતી હોય છે પણ વાહન ચાલકો સુધરવાનું નામ નથી લઈ રહ્યાં.ધોળકા-ખેડા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં ચાલતા જતા બે શ્રમિકને અજાણ્યા વાહને ટક્કર મારી છે અને બન્ને શ્રમિકોને સારવાર મળે તે પહેલા જ તેમના મોત થયા છે.

પોલીસે આ ઘટનામાં આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે અને ધોળકા ટાઉન પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, હવે જોવાનું એ રહ્યું કે આરોપી કોણ છે અને કયારે ઝડપાય છે કોઈ મોટુ વાહન હોય અને તેની અડફેટે આ અકસ્માત થયો હોઈ શકે છે તેવું પોલીસનું અનુમાન છે.હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.સમગ્ર ઘટનામાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને આસપાસના સ્થાનિકોના નિવેદન પણ લીધા છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.