બનાવ@અમદાવાદ: એલિસબ્રિજ પાસે ગાદલાંની દુકાનમાં આગ લાગવાથી 2 લાખથી વધુનો માલસામાન બળીને ખાખ

 
આગ

ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ કાબુમાં લઇને રૂપિયા 3 લાખ જેટલો મુદ્દામાલ બચાવી લીધો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ શહેરના સૌથી જૂના એલિસબ્રિજ પાસે મેટ્રેસીસ ગાદલાની દુકાનમાં આજે બપોરના સમયે એકાએક આગ લાગતાં ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા આગ કાબુમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ગાદલાંની દુકાન હોવાથી રૂં બનાવટની વસ્તુઓ વધુ પ્રમાણમાં હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. રૂપિયા 2 લાખથી વધુનો માલસામાન બળીને ખાખ થયો હતો.અમદાવાદ શહેરના એલિસબ્રિજના છેડે આવેલી મેટ્રેસીસ ગાદલાની દુકાન આવેલી છે. જ્યાં બપોરના સમયે આગ લગતા ગાદલાં, કાપડ, ફર્નિચર, રૂ, રજાઈ સહિતની અન્ય રૂની બનાવટી વસ્તુઓ બળી ગઇ હતી. આગ લાગતા ફાયર વિભાગ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. 15 જેટલા ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ કાબુમાં લઇને રૂપિયા 3 લાખ જેટલો મુદ્દામાલ બચાવી લેવામાં આવ્યો હતો.