ઘટના@ડીસા: મધરાત્રે બળદોને ક્રૃરતાપુર્વક બાંધીને લઇ જતાં 2 ઇસમ ઝબ્બે, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ડીસા ડીસા તાલુકાના ગામેથી મધરાત્રે પીકઅપ ડાલામાંથી બે બળદને ક્રુરતાપુર્વક બાંધીને લઇ જતાં ઇસમો ઝડપાયા છે. વિગતો મુજબ ગૌરક્ષક પોતાના મિત્રો સાથે કુચાવાડા ટોલટેક્ષ પાસેથી ઉભા હતા. આ દરમ્યાન પાંથાવાડા તરફથી પુરઝડપે એક પીકઅપ ડાલું આવતું હોઇ તેને રોકાવી તલાશી લેતાં અંદર બે બળદોને ક્રૃરતાપુર્વક બાંધીને વગર પાસપરમીટે લઇ જતાં હોવાનું
 
ઘટના@ડીસા: મધરાત્રે બળદોને ક્રૃરતાપુર્વક બાંધીને લઇ જતાં 2 ઇસમ ઝબ્બે, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ડીસા

ડીસા તાલુકાના ગામેથી મધરાત્રે પીકઅપ ડાલામાંથી બે બળદને ક્રુરતાપુર્વક બાંધીને લઇ જતાં ઇસમો ઝડપાયા છે. વિગતો મુજબ ગૌરક્ષક પોતાના મિત્રો સાથે કુચાવાડા ટોલટેક્ષ પાસેથી ઉભા હતા. આ દરમ્યાન પાંથાવાડા તરફથી પુરઝડપે એક પીકઅપ ડાલું આવતું હોઇ તેને રોકાવી તલાશી લેતાં અંદર બે બળદોને ક્રૃરતાપુર્વક બાંધીને વગર પાસપરમીટે લઇ જતાં હોવાનું ખુલ્યુ હતુ. જેથી તાત્કાલિક બળદો સહિત ઇસમોને પોલીસ સ્ટેશને લઇ જઇ તેમના વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના કુચાવાડા ટોલટેક્ષ પાસેથી પીકઅપ ડાલામાં પરમીટ વગર બળદોને લઇ જતાં બે ઇસમ ઝડપાયા છે. દાંતીવાડાના ગૌરક્ષ હિમાલયકુમાર માલોસણીયા પોતાના મિત્રો સાથે ગઇકાલે મોડીરાત્રે કુચાવાડા ટોલટેક્ષ પાસે ઉભા હતા. આ દરમ્યાન પાંથાવાડા તરફથી એક પીકઅપ ડાલું પુરઝડપે આવતું હોઇ તેને રોકાવી તલાશી લીધી હતી. જેમાં બે બળદો ક્રૃરતાપુર્વક બાંધેલી હાલતમાં અને તેમની માટે ઘાસચારાની કે પાણીની પણ વ્યવસ્થા ન કરી હોવાનું ખુલ્યુ હતુ. આ તરફ તેમની પાસે બળદોને લઇ જવાનું પાસ પરમીટ પણ ન હોવાથી બંનેને પોલીસ મથકે લઇ ગયા બાદ તેમની સામે ગુનો દાખલ કરાવ્યો હતો.

ઘટના@ડીસા: મધરાત્રે બળદોને ક્રૃરતાપુર્વક બાંધીને લઇ જતાં 2 ઇસમ ઝબ્બે, ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગૌરક્ષક હિમાલયકુમાર અને તેમની ટીમ દ્રારા અવાર-નવાર આવી ગાડીઓને પકડવામાં આવતી હોય છે. ગઇકાલે મધરાત્રે હિમાલયકુમાર અને તેમની ટીમે પીકઅપ ડાલામાં બળદોને ક્રૃરતાપુર્વક બાંધીને લઇ જતાં બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પીકઅપ ડાલું કિ.રૂ. આ.1,00,000નું ગણી બંને ઇસમો વિરૂધ્ધ ફરીયાદ નોંધી છે. ડીસા રૂરલ પોલીસે દિનેશ વિહાજી કોળી ઠાકોર અને પપ્પુ કાળુભાઇ લુહાર સામે આઇપીસી 279, 114, મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને પશુઓ પ્રત્યે ક્રૃરતા પ્રતિબંધ અધિનિયમની કલમ 11(1)(a), 11(1)(d), 11(1)(e), 11(1)(h), 11(1)(k) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના@ડીસા: મધરાત્રે બળદોને ક્રૃરતાપુર્વક બાંધીને લઇ જતાં 2 ઇસમ ઝબ્બે, ગુનો દાખલ