ઘટના@દ્વારકા: રહેણાંક મકાનમાં આગ લાગતા 4 લોકો સાહિત 7 મહિનાની બાળકીનું મોત

 
આગ
ગૂંગળામણને કારણે ઘટનામાં 4 લોકોના જીવ ગયા છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દ્વારકામાં મકાનમાં આગ લાગતા 4ના મોત થયા છે. જેમાં આદિત્ય રોડ પર રહેણાંક મકાનમાં આગ લાગી હતી. તેમાં દાદી, પતિ - પત્ની અને 7 મહિનાની બાળકીનું મોત થયુ છે. મકાનમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. આદિત્ય રોડ પર આવેલ ગૂગળી બ્રમ્હ સમાજના ચાર લોકોના મોત થયા છે. ઘટનાથી દ્વારકામાં સમગ્ર ગૂગળી સમાજમાં ભારે શોક વ્યાપ્યો છે.જેમાં 1 બાળકી, 2 મહિલા, 1 પુરુષનું મૃત્યુ થયું છે.

ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયરની ટિમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે. જો કે હજી આગ લાગવાનું કારણ અકબંધ છે. મૃતદેહો સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. તેમજ પરિવારના અન્ય સભ્યો ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. તથા સ્થાનિકોમાં ઘટના બનતા ચકચાર મચી છે.

પહેલા પણ આ પ્રકારની ઘટના બની હતી. જેમાં દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં વહેલી સવારે કોઇ કારણોસર આગ ભભુકતા ગંભીર રીતે દાજી જવાથી મહીલાનુ ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયુ હતુ. જયારે આગલા રૂમમાં નિદ્રાધીન છ વર્ષનો બાળક ગુંગળાઇ જવાથી સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો હતો. આગના પગલે રૂમમાં અંદર રહેલા ભારતીબેન દિલીપભાઇ ગોહેલ (ઉ.વ.35) નામની મહીલાનુ શરીરે ગંભીર રીતે દાઝી જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયુ હતુ. જયારે આગલા રૂમમાં નિદ્રાધીન તેના છ વર્ષના પુત્રને પણ ગુંગણામણ થવાથી તાકીદે સારવાર માટે સરકારી હોસ્પીટલમાં લઇ જવાયો હતો. જયાં સારવાર બાદ તેનો બચાવ થયો હતો. આ આગના પગલે રૂમમાં રહેલો કબાટ સહીતનો ઘરવખરીનો સામાન પણ બળીને ખાખ થય હતો. આ બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો હતો.