ઘટના@ગોંડલ: અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજાનો વિવાદ પોલીસ મથકે પહોંચ્યો, હજુ શું નવાજૂની થશે?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગોંડલમાં ગઈકાલે હાઈ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો જેમાં ગણેશ જાડેજાના પડકારને સ્વીકારીને અલ્પેશ કથીરિયા ગોંડલમાં ગયા હતા ત્યારે ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા તેમનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ ક્યાક કાળા વાવટા ફરકાવવામા આવ્યા હતા તો ક્યાય હાય હાયના નારા લગાવવામા આવ્યા હતા. તેમજ એક બીજા પર હુમલાની ઘટના પણ સામે આવી હતી જ્યારે અલ્પેશ કથીરિયા ગોંડલમાં પહોંચ્યા ત્યારે ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા તેમની ગાડીના કાચ તોડવામાં આવ્યા હતા.
બીજી તરફ અલ્પેશ કથીરિયાના કાફલાની એક કારના ડ્રાઈવરે વિરોધ કરી રહેલા ગણેશ જાડેજાના સમર્થકો પર પોતાની ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે હવે પોલીસમા બંને પક્ષ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજાના વિવાદમાં બંને પક્ષ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં અલ્પેશના સમર્થનમાં આવેલ 4 કારમાં તોડફોડ બદલ પોલીસ દ્વારા પોતે ફરિયાદી બની ફરિયાદ નોંધી 2થી વધુની ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે ગણેશના સમર્થક દ્વારા બ્રેઝા કારના ચાલક વિરુદ્ધ ટોળુ ઊભું હોવા છતાં સ્પીડમાં કાર હંકારી હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવાઈ છે. ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા સરકારે પક્ષે ફરીયાદ નોંધવામા આવી છે. જેમા અલ્પેશ કથીરિયાના સમર્થનમાં આવેલી 4 જેટલી કારમાં તોડફોડ માટે ઈન્દ્રસિંહ જાડેજા, પિન્ટુ સાવલિયા, પુષ્પરાજ વાળા, લક્કીરાજ સિંહ, નિલેશ ચાવડા સહિત અજાણ્યા માણસોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.