ઘટના@ગુજરાત: વલસાડ એક્સપ્રેસના એક ડબ્બામાં બ્લાસ્ટ, RPF જવાનનું ઘટનાસ્થળે મોત

 
ઘટના

ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વલસાડ એક્સપ્રેસને લઈને એક દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. મુઝફ્ફરપુર રેલ્વે સ્ટેશન પર વલસાડ એક્સપ્રેસના એક ડબ્બામાં આગ લાગતા એક આરપીએફ જવાનની મોત થઈ ગયું છે. મળતી વિગતો પ્રમાણે બોગીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. નોંધનીય છે કે, આરપીપીએફની ટીમે આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન આગના સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે વિનોદ કુમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો.

રેલવે અધિકારીઓએ વિનોદ કુમારને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.વલસાડ એક્સપ્રેસ સોમવારે સવારે સાડા છ વાગે મુઝફ્ફરપુર રેલ્વે સ્ટેશન પર આવી હતી. અહીં થોડી વાર પછી આ ટ્રેનના એસ-આઠ નામના ડબ્બાના શૌચાલયમાં આગ લાગી હતી. આગની ખબર મળતાની સાથે રેલ્વે અને આરપીએફની ટીમ આગને કાબુમાં લેવા માટે પહોંચી હતી. દુઃખદ વાત છે કે, આગને કાબુ લેવા જતા આરપીએફ જવાન વિનોદ કુમારનું આગની ચપેટમાં ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. વિનોદ કુમાર ફાયર સિલેન્ડરથી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એક ફાયર સિલિન્ડર ખતમ થઈ ગયો હતો પરંતુ જ્વાળાઓ ઓછી થઈ ન હતી. દરમિયાન અન્ય ફાયર સિલિન્ડર વડે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

સિલિન્ડરનું લોક ખોલતાની સાથે જ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેમાં વિનોદ કુમારનું મોત થયું હતું.આરપીએફ જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકવામાં આવ્યા હતાં. આરપીએફના જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો, કોન્સ્ટેબલ વિનોદ કુમાર આરાનગર વિસ્તારના રહેવાસી હતા. બે વર્ષથી મુઝફ્ફરપુર આરપીએફ પોસ્ટ પર કોન્સ્ટેબલ પોસ્ટ પર સેવા આપી રહ્યા હતા.