ઘટના@કચ્છ: પેટ્રોલિંગ દરમિયાન બે BSF જવાનના મોત, 6 જવાનો ડીહાઈડ્રેશન ભોગ બન્યા

 
બનાવ

બંને સેનાના જવાનો શહીદ થતા ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કચ્છ સરહદે BSFના બે સુરક્ષા જવાનના મોત થતા ગમગીની છવાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ દલદલી વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે ડીહાઈડ્રેશનના કારણે ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. લખપત નજીકના અટ્ટપટા ક્રિક વિસ્તારના પીલર નંબર 1136 પાસે આ દુઃખદ બનાવ બન્યો છે. પેટ્રોલિંગ દરમિયાન 6 જવાનોને અસર થઈ હતી. જેમાંથી એક જવાન અને અધિકારીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.લખપત બોર્ડર પર સેનાના બંને જવાનોમાંથી એક ઉત્તરાખંડ અને બીજા બિહારના મૂળ વતની છે.

આ બંને સેનાના જવાનો શહીદ થતા ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.કચ્છ જિલ્લામાં લખપત નજીક આવેલ બોર્ડર આઉટ પોસ્ટ 1136 નજીક દલદલી ક્રિક પાસે આ ઘટના બની હતી. દલદલી ક્રિક નજીક પેટ્રોલિંગ દરમિયાન ક્રિકમાં ફસાઇ જતા પાણી ન મળવાના કારણે મોત થયા હોવાનું પ્રાથમિક નિવેદનમાં જણાવાયું છે. બીએસએફ ઘટના અંગે વધુ તપાસ કરશે. હાલ બંને મૃતદેહ હાલ ભુજ સરકારી હોસ્પિટલમાં રખાયા છે. બંને જવાનના મૃતદેહને તેમના વતન મોકલવામાં આવશે.