ઘટના@મોરબી: રોંગ સાઈડમાં જતા ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત, 2 મિત્રોએ જીવ ગુમાવ્યો

 
Akasmat

અગાઉ મોરબીના હળવદ નજીક વિચિત્ર અકસ્માત થયો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મોરબીના હળવદ નજીક અકસ્માતમાં 2 લોકો ના મોત થયા છે. જેમાં રોંગ સાઈડમાં જતા ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે. તેમાં બંને મિત્રો હળવદ પારાયણમાંથી પોતાના ઘરે પરત આવતા અકસ્માત સર્જાયો છે.બંને મિત્રો હળવદ પારાયણમાંથી પોતાના ઘરે પરત આવતા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો. ગોરધનભાઈ રવજીભાઈ કણઝરીયા રહે. નવા ધનાળાનું ધટના સ્થળે મોત થયુ છે. તેમજ ત્રિભોવનભાઈ નાનજીભાઈ કણઝરીયા રહે.નવા ધનાળાનું સારવાર દરમિયાન મોત થયુ છે.

અગાઉ મોરબીના હળવદ નજીક વિચિત્ર અકસ્માત થયો હતો. જેમાં કાર વચ્ચે આવતા ટ્રક ચાલકે બ્રેક મારતા અકસ્માત થયો હતો. તેમાં ટ્રકમાં ભરેલા પતરાં પાછળ આવતા વાહનમાં ઘુસી ગયા હતા. પતરાં ડમ્પરના કેબિનના ભાગમાં ઘુસી ગયા હતા. જેમાં ડમ્પરના ડ્રાઇવરને પતરા વાગતા ઇજાગ્રસ્ત થયો હતો. ભારે જહેમત બાદ ડમ્પરના ડ્રાઇવરને બહાર કઢાયો હતો. હળવદ માળિયા હાઈવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક અકસ્માત સર્જાયો હતો. કાર અચાનક નિકળતા ટ્રક ચાલકે બ્રેક મારતાં અકસ્માત સર્જાયો હતો. બ્રેક મારતા ટ્રકમાં રહેલા પતરાં કેબીન ચીરીને આગળ નિકળ્યા ગયા હતા. બે જેસીબીની મદદથી ડ્રાઈવરને ભારે જેહમત બાદ બહાર કઢાયો હતો. ટ્રેલરમાં પાછળ ભરેલા પતરા કેબીન ચીરીને આગળ આવી જતા ડ્રાઈવરને ઈજાઓ થઇ હતી.