ઘટના@પાલનપુર: ગ્રામવિકાસ એજન્સીની કચેરી આગળ પાર્ક કરેલી કારમાં અચાનક લાગી આગ

 
આગ ની ઘટના

ફાયરે ગાડી પર પાણી સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાલનપુરની ગ્રામવિકાસ એજન્સી ની કચેરી આગળ પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. જોકે, પાલનપુર નગરપાલિકાના ફાયર ફાઈટરે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.ઉનાળાની શરૂઆત થતા ગાડીઓ માં આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે.

પાલનપુરના જોરાવર પેલેસમાં આવેલ ગ્રામ વિકાસ એજન્સી કચેરીના આગળ એક ગાડી પાર્ક કરેલી હતી.ગાડીમાં અચાનક આગળના ભાગે આગ લાગતાની સાથે જ દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિક લોકો દ્વારા ફાયર સેફટી ની બોટલો લાવી આગ બુજાવવાના પ્રયત્નો કર્યા હતા. છતાં પણ આગ કાબુમાં ના આવતા લોકો દ્વારા પાલનપુર પાલિકા વિભાગને જાણ કરતા જ પાલિકા નું ફાયર તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યું હતું. ફાયરે ગાડી પર પાણી સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ આગ ના કારણે ગાડીને નુકસાન પહોંચ્યું હતું.